________________ કારાગારમાં સદંશ 137 રણરંગ નામે હાથી, રાજકન્યા અને એક ગામ ભેટ આપીશ. આ પદ્ધ આખા નગરમાં ફર્યો પણ કઈ એ તેને સ્પર્શ ન કર્યો અને સુભટો નિરાશ થઈ પાછા ફરતા હતા ત્યાં એક પરદેશી યુવાને તે પડહનો સ્પર્શ કર્યો અને સુભટો તેને રાજા પાસે લઈ આવ્યા. રાજા કંદર્પે તેને ઓળખી લીધો. “અહો ! આ તેજ યુવાન છે જેને કુવામાં પાછો નાખ્યો હતો. અરે! તે કુવામાંથી બહાર કેવી રીતે નીકળ્યો? આમ વિચારતાં રાજાએ મનને ક્રોધ ગોપવી કાર્ય સિદ્ધિ માટે તે પુરુષને પૂછ્યું હે સતપુરૂષ! તું જે મલયસુંદરીને સજીવન કરે તો તેને ત્રણ વસ્તુ આપીશ. માટે જરૂર તું યત્ન કર.” આવેલ સતપુરુષ બીજે કઈ નહિ તે મહાબલકુમાર જ હતો. તેણે કહ્યું “રાજન! મારે બીજી કઈ વસ્તુને ખપ નથી. જે મલયસુંદરી આપતા હો તો તેને હમણાં જ સજીવન કરું.” રાજાએ વિચાર્યુંજેને માટે આટલા દિવસથી હું આટલું કષ્ટ વેઠું છું તે તેને આપી દઉં તો સજીવન થયા બાદ તે સ્ત્રી મારા ઉપભોગમાં તો આવે જ નહિ પછી તેજીવતી રહે કે મારે એમાં મારે શું ? છતાં કંઈક નવો દાવ મનમાં ગોઠવી તેણે કહ્યું, “હે યુવાત! જે તું તે સ્ત્રીને સજી-વન કરે અને પછી મારું બતાવેલ કાર્ય જે તું કરી આપે તો આ સ્ત્રી તને પાછી સોંપીશ.” મહાબલે વિચાયું સત્યવાનને શું અશકય છે! જે કહેશે તે કાર્ય કરી આપી મારી સ્ત્રીને લઈ ચાલતે થઈશ. આમ વિચારી તેણે કહ્યું “રાજન ! તમે જે કાર્ય બતાવશે તે જરૂર કરી આપીશ.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust