________________ કારાગારમાં સર્પદંશ ESERB-33333333333333333380 28 મલયસુંદરીને જ્યાં કેદ કરી હતી તે ઘણુ વખત જૂને અવાવરુ મહેલ હતો. ત્યાં પતિવિયેગથી જલ વિના માછલીની જેમ તરફડતી, ભૂમિ પર આળોટતી મલયસુંદરીને અવાવરુ સ્થાનમાં રહેલ એક ઝેરી સર્પે દંશ દીધે. તેના મુખમાંથી એક ઘેરી ચીસ નીકળી ગઈ તે બૂમ પાડી ઉઠી. મારા પગે એકઝેરી સર્પ વળગ્યો છે”. આમ બોલતી તે નવકાર માત્ર બેલવા લાગી ચોકીદારે દોડતા આવ્યા અને મલયસુંદરીના પગે વળગેલા સર્પને હથિયારથી મારી નાખી રાજાને ખબર કરવા દોડયા. તે વિષયકામી રાજા દેડતો આવ્યો. રાજાએ એ ઝેર ઉતારવા નગરમાંથી મેટા મેટા મંત્ર-વાદીને લાવ્યા. તે જડીબુટ્ટી-મણિ આદિન સાધને લઈ આવી પહોંચ્યા તે સર્વને પ્રયોગ કરવામાં આવ્યું છતાં સર્પનું ઝેર ઉતર્યું નહિ, ઉલટું તેના હાથ પગ ધીરે ધીરે નિશ્વેતન થવા માંડ્યા. મંત્રવાદીઓ મંત્ર ભણી થાયા છતાં સર્વ નિષ્ફળ ગયા. આમ રાત્રી પુરી થઈ અને સૂર્યોદય થયો. જાણે ભાવિ સૂર્યોદય થવાની તૈયારી છે એમ સૂચન કરવા લાગ્યા. રાજાએ પોતાના ભેગના સ્વાર્થ ખાતર મલયસુંદરીનું જીવન બચાવવા સંકલ્પ કર્યો. નગરમાં પડહ વગડાવ્યું. કે જે વ્યક્તિ આ નવી સ્ત્રીનું ઝેર ઉતારશે, તેને સજીવન કરશે તેને P.P. Ac. Gunratnasuri NUS.Gun Aaradhak Trust