________________ 130 સતી મલયસુંદરી તે નગર બહાર આવી. સ્ત્રી જાતિ હોવાથી તેની દૂર દૂર જંગલના રસ્તે નાસવાની હિંમત ન ચાલી. એ એક મોટા કિલાની બાજુમાં ખંડેર જેવા જીર્ણ ઘરની પાસે એક અંધકૂવા પાસે આવીને ભી. એણે આ સમગ્ર દુઃખને અંત લાવવા મરણનું શરણ ઈચ્છયું, “આપઘાત એ દૂર્ગતિનું કારણ છે” એ જાણતી હતી છતાં અતિ દુખથી કંટાળી એ ભાન ભૂલી ગઈ.......... પગલાના આધારે પ્રભાતે રાજા આવશે અને મને ફરી પકડશે અને ઢેર માર ફરી ખા પડશે એ વિચારે તેણે એ કૂવામાં પડવાને સંકલ્પ કર્યો. અને મૃત્યુ પૂર્વે જીવનનું ભાતું બાંધી લઉં એમ વિચારી તેણે પંચ પરમેષ્ટિનું સ્મરણ કર્યું. વીતરાગ પરમાત્માનું શરણ ગ્રહણ કર્યું. અને સમુદ્રમાં પડ્યા બાદ જેવી આરાધના * કરી હતી તેવી કરીને તે મોટેથી બોલીઃ “હે મારા વૈરી. દુર્ભાગ્ય! સ્નેહીજનોથી તેં મને વિગણ બનાવી છે. મારા. પ્રિય મહાબલની સાથે પણ વિયેગ કરાવ્યો છે. પણ મારા પર પ્રસન્ન બની આવતા જન્મમાં એનું મિલન જરૂર કરાવી આપજે.” - આમ તે બેલતી હતી તે સમયે મહાબલનું શું થયું હતું તે સૂત્રકાર કહે છે. મહાબલ પ્રિયપાત્રના વિયેગે ગૃહત્યાગ કરી સ્થળે સ્થળે તેની તપાસ કરતો ફરતો હતો. તેને પ્રેમ અરેખર ઉત્કટ અને કુદરતી હતી. કેઈવાર વન, કેઈવાર નગર, ગુફા, પર્વત, વેરાન એમ એ તપાસ કરતો હતો. અનેક સમયે ભૂખ-તૃષા-ટાઢ-તડકે એ સહન કરતો વિચારતો હતો. કેઈવાર ઉદાસ, કેઈવાર ચિંતા, કેઈવાર આશા, કેઈવાર નિરાશા, આમ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust