________________ 124 સતી મલયસુંદરી દેવ, ગુરૂ, અને ધર્મ. એક દિવસ કિંમતી અલંકારો લઈ મુખ્ય દાસી તેની પાસે આવી. અને બેલી. “ભાગ્યવંતી ! ઓહો! તમારા ભાગ્યની સીમા કેઈ અલૌકિક જ છે. રાજા - સાહેબે કહેવડાવ્યું છે કે તમે એમનાં પટ્ટરાણી થવાને લાયક છે. અને તમારા સર્વ આદેશે તે એક દાસની જેમ પાળશે. માટે તમે એમનાં પટ્ટરાણી થવાને સ્વીકાર કરે. જે...જે. લક્ષ્મી ચાંલે કરવા આવી છે. મોઢું ધોવા ન જતા. બેલે હું રાજાને શું જવાબ આપું ? અને તે દાસી મીઠું મિત કરી જવાબ માંગવા લાગી. મલયસુંદરીએ આ વાત પ્રથમ -ધારી જ હતી. તેણે દાસીને ગળેથી પકડી મહેલની બહાર કાઢી મૂકી. ત્યાં રાજા પતે તેના મહેલે આવ્યું. અને સ્નેહપૂર્વક બોલ્યા, “સુંદરી ! આ યૌવન! આવું રૂપ ! આવી લાવણ્યતા ! ખરેખર તારી કાંતિ અદ્દભૂત અને અલૌકિક જ છે. તારી ખાતર હું મારું સર્વસ્વ આપવા તૈયાર છું, તારા નેત્રે, મુખ વારંવાર દિન રાત મારા ચિત્તમાં જ રમ્યા કરે છે પણ એકપાક્ષિક પ્રેમ ઉચિત નથી. બે હાથે જ તાલી પડે. માટે હે સુંદરી ! તમે મને પ્રેમભાવથી સ્વીકારો. જો નહિ સ્વીકારો તે બળાત્કારે પણ આ શરીરને હું ભેગવીશ એ નક્કી માનજો અને તે કામી નજરે તેના સ્તન-જધા વિગેરેને જોતો ઉભે રહ્યો. રાજા એના પ્રત્યંગના લાવણ્યને નિહાળતો મેહમુગ્ધ બની ગયા. ભારેલા અગ્નિ પ્રદીપ્ત થતાં જ તે મનોમન બોલી ઉઠી : “અરે ! આ મારા સુંદર રૂપને ધીક્કાર થાઓ ! આ મનોહર યૌવન પાતાલમાં પેસી જાઓ! આ રૂપ અને યૌવને જ મને દુઃખી કરી નાખી. એના કરતાં સમુદ્રમાં જ હું મૃત્યુ પામી હોત તો સારું હતું એના હૃદયમાં આગ ઉત્પન્ન થઈ. માનસિક વેદનાથી એ ખળભળી ઉઠી. આ કામાંધ રાજ મારૂં બળાત્કારે શીલ ખંડે તે પૂર્વે મૃત્યુ જ ઈષ્ટ છે. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust