________________ - શીલવતની અખંડ જ્યોત 121 કંઈક યાદ આવ્યું હોય તેમ તે મચ્છ ડીવાર જલની સપાટી પર સ્થિર રહી પછી સડસડાટ એક દિશા સન્મુખ વેગથી તરવા લાગ્યા. મલયસુંદરી વિચારવા લાગી. અહો! આ ભ૭ જાણે મારું વાહન હોય તેમ મને સુખે સુખે લઈ જાય છે. આ મને કયાં લઈ જશે? કઈક હિતસ્વી સ્નેહી સ્વજનની જેમ મને વારંવાર જુએ છે અને વેગે એક જ દિશા પ્રતિ ગતિ કરી રહ્યો છે............ જલના મજાથી મલયસુંદરીનું રૂધિરથી ખરડાયેલ - શરીર પણ જોવાઈ ગયું. એથી કંઈક શાતા થઈ એવામાં દર કિનારે દેખાય. નજીક આવતાં તેણે જોયું 'કે અડે! આજ તે બંદર છે. જયાંથી પેલા સાર્થની સાથે હું ગયેલ. સાગર તિલક નગરનો આ જ કીનારો છે. પેલે મચ્છ પણ આજ કિનારે થોડા સમયમાં આવી પહોંચ્યા. કામી કંદર્પના મહેલે એ અવસરે તે સાગરતિલક નગરને સ્વામી કંદર્પરાજા અધાદિ કીડા માટે એ સમુદ્રના તીરે કેટલાક પિતાના સુભટોને લઈ ફરતો હતો. સાગરની સપાટી પર દૂરથી પૂરજોસમાં એક મોટો મચ્છ કિનારે આવી રહ્યો છે અને એની પર એક સ્ત્રી જાણે કેઈ દેવી હોય તેમ બેડી છે. એ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પાપે. સુભટોની વાતથી પ્રજાજને પણ આ કૌતુક જોઈ રહ્યા. જાણે ગરુડ પર શ્રીકૃષ્ણની સવારી! અહો આ કેણ આવે છે? જાણે સાગરદેવી તો નથી ! રાજાએ સુભટોને આદેશ આપે. તમારે તે મચ્છને કે તે પર બેઠેલ સ્ત્રીને ઈજા ન કરવી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust