________________ 120 સતી મલયસુંદરી એ જાગૃત થઈ. બન્ને પક્ષીની લડાઈમાં અચાનક પૂર્વના પક્ષીની ચાંચમાંથી તે સરકી પડી અને આકાશ માર્ગેથી તે નીચે પડવા લાગી. એ વખતે તેણે પંચ પરમેષ્ટિ મંત્રનું મનમાં મરણ કર્યું અને સમુદ્રમાં પડતાં ગાના આયુષ્ય કર્મ પ્રબળ હોવાથી તે એક મોટા તરતા મગરમચ્છની પીઠ પર આવીને પડી. તે ભર સમુદ્રમાં એક મરછની પીઠ પર પડી ત્યારે તેની ચેતના શક્તિ જાગૃત જ હતી. તેણે જોયું. ચારે બાજુ જળબંબાકાર જલરાશિ સિવાય કંઈ જ ન હતું. આવી સ્થિતિમાં એને લાગ્યું કે હવે મારું આયુષ્ય ડોક જ સમય છે. આ મચ્છ નીચે જલમાં સરકે કે ખેલ ખલાસ ! એને થયું મરવું જ છે તે શા માટે આવતા ભવનું ભાતું બાંધી ન લેવું ? સમાધિપૂર્વક મરવું જ શ્રેષ્ઠ છે. એમ વિચારી તેણે વીતરાગ પરમાત્માનું સ્મરણ કર્યું. પ્રાર્થના કરતાં એણે માંગ્યું “હે પ્રભો ! મને આવતા જન્મમાં સુલભબોધિતા, ધર્મિષ્ઠ કુલમાં જન્મ અને આપનાં ચરણની સેવા મળજે.” ત્યાર બાદ તે મહાસતીએ પંચ પરમેષ્ટિ મંત્રના સ્મરણપૂર્વક અરહિંત સિદ્ધ સાધુ-અને ધર્મ એ ચારના શરણની યાચના કરી. આ જન્મના પાપને યાદ કરીને ખમાવ્યા. અને પરમાત્માની સાક્ષીએ તેનું મનથી પ્રાયશ્ચિત્ત કર્યું. સકલ જીવ માત્રની જાણતા અજાણતા થયેલ વેરની માફી માંગી અને સાગારી અનશન સ્વીકાર્યું કે આ સંકટમાંથી મુક્ત થાઉં તેમ જ અન્નપાણી છૂટાં. નહિ તે યાજજીવ પર્યત ચારે આહારનો ત્યાગ. અને મોટેથી નવકાર મંત્રનો જાપ કરવા લાગી. એના જાપથી એ મચ્છને કંઈક આશ્ચર્ય થયું હોય તેમ તે પિતાની કંદરા-ડોક વાંકી વાળી સ્નિગ્ધ દૃષ્ટિથી તેને જોવા લાગ્યો. જાણે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust