________________ 118 સતી મલયસુંદરી -કુલને કિનારે આવ્યાં. બલસારે જગાત નાકાની જવાબદારી પતાવી. તે બાદ વહાણને નાંગર્યા અને મોટા મેટા વેપારીએને સાંજ સુધીમાં જ બધે માલ વેચી દીધે. સવાયે નફે કરી તે ખુશ થઈ ગયે. એવામાં કારુ લેક ત્યાં આવ્યા. જે માનવીના લેહી કાઢી કપડાં રંગવાનું કામ કરતાં હોય તે કાર વેપારી કહેવાતા. તે લેહીને વેપાર કરનારા કર લેકે હોય છે. બલસારે કૃમિરાગખેંચનારા કૃર એવા એક કારુને મોટા દામ લઈ મલયસંદરી વેચી દીધી. તેઓ પણ આવો તાજો માલ જોઈ રાજી થઈ ગયા. અને પિતાના ઘેર લાવી વિષય સુખની યાચના કરવા લાગ્યા. તેઓએ મલયસુંદરીને મનાવવા સામ દામ ભેદ દંડ વિગેરેથી ઘણું યત્ન કર્યા પણ તે શીલવ્રતમાં અડગ જ રહી. સતી સ્ત્રીઓને શીલવત પ્રાણથી પણ અધિક વહાલું હોય છે. એ વાત આ પામર કામીજનને ક્યાંથી સમજાય ? કામી બાહ્ય અને અત્યંતર બંને રીતે અંધ હોય છે. જ્યારે મલયસંદરી પોતાના સતીધર્મમાં અડગ રહી ત્યારે તે નિર્દય કારુ યુવાને તેના શરીરને છેદ કરી આખા શરીરમાંથી રુધિર કાઢયું. આથી મલયસુંદરીને મહાવેદના સાથે મૂર્છા આવી ગઈ. થોડા દિવસ બાદ જ્યારે શરીરમાં કંઈક રુધિર ભરાયું ત્યાં ફરી તે કૂરે પૂર્વની માફક રુધિર કાઢી મહાસતીને મહાવેદના આપી. આવા ભયંકર દુ:ખમાં પણ મલયસુંદરી વિચારવા લાગી... આ જીવે પૂર્વભવે કંઈક ચીકણું કર્મ બાંધ્યું હશે. તેથી મારા પર દુઃખની શ્રેણી આવી પડે છે. અહો !કયાં મારૂં પિયર ! કયાં સાસરું! કયાં સાહ્યબી ! અને કયાં આ ભૂંડી દશા ! હે જીવ! કર્યા કર્મ ભેગવ્યા વિના છૂટકે નથી જ. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust