________________ 116 સતી મલયસુંદરી પશ્ચિમમાં ઊગે કે મારા સર્વસ્વને નાશ થાય પણ આ કાર્ય હું નહિ જ કરૂં. માટે ભાગ્યવાન! તું પણ આ અકાર્યથી પાછો વળી જા. અને મને બેન માની, મુક્ત કરી મારા સ્થાને પહોંચાડ.” બલસારે અનેક કાકલુદી કરી પણ મલયસુંદરી પોતાની વાતમાં મક્કમ જ રહી. આ જોઈ કૈધના આવેશે તેણે મલયસુંદરીના. ખેળામાંથી પુત્રને ઝુંટવી લીધો અને બોલ્યો, આ તારા પુત્રને હું લઈ જાઉં છું. જ્યારે તું સંમત થશે ત્યારે જ તે તને મળશે. અને એમ કહી તે મલયસુંદરીના રૂમને બહારથી તાળું મારી પુત્રને લઈ પિતાની પ્રિયસુંદરી નામની પત્નિ પાસે આવ્યા અને બોલ્યો, “પ્રિયા! આજે હું અશેકવાટીકામાં ગયો હતો. ત્યાંથી આ લક્ષણવંત તેજસ્વી પુત્ર મને મળે છે. કેઈ વ્યભિચારીણી સ્ત્રીએ ત્યાગ કર્યો લાગે છે. પણ આ ભાગ્યવંત પુત્ર જોઈ મને થયું આપણે નિઃસંતાન છીએ. માટે તું આને પુત્ર તરીકે રાખ. તારે ખોળે ભરેલો રહે.” એમ કહી તે પુત્ર જેનું નામ બલસારે “બલ રાખેલ તે પોતાની સ્ત્રીને સેં. અને પ્રિયસુંદરી પણ ગુલાબના ફૂલ જેવા આ કેમલ બાલકને પામી રાજી થઈ ગઈ. અને સ્તનપાન માટે એક ધાવમાતાને રાખી તે પુત્રને ઉછેરવા લાગી. સાગરની સફર સાગરતિલક નગર એક મોટું બંદર હતું. બલસારને પણ. પરદેશ સાથે વહાણ મારફત વેપાર હતા. આ વખતે બબરકુલ જવા માટે તેણે પુષ્કળ માલ વહાણમાં ભર્યો. માલ ભરીને ઉપડવાના સમયે મલયસુંદરીને પણ બળાત્કારે સાથે લીધી. વહાણના એક ભાગમાં તેને રાખી. તેના મનમાં હતું કે જે. આ શિકાર માની જાય તે સાગરની સફર સફળ થઈ જાય. સારા દિવસે વહાણ ઉપાડવા આજ્ઞા કરી. ખલાસીઓએ રમૈયા P.P.AC. Gunratnasuri Mus.Gun Aaradhak Trust