________________ 114 સતી મલયસુંદરી ઉચિત નથી. મારું શીલત સચવાય એમ લાગતું નથી” આમ વિચારી તેણે અસત્ય ઉત્તર આપ્યું. “શ્રીમાન્ ! હું ચંડાળપુત્રી છું. મારા માતાપિતા સાથે કલહ થવાથી અહીં આવી છું પણ હું તારી સાથે આવીશ નહિ-ક્ષણિક રોષ ચાલ્યા ગયા છે. હવે મારા માતાપિતાને હું મળીશ. માટે તું તારે રસ્તે જા... બલસારને વહેમ પાકો થયો. તેણે વિચાર્યું આ વેશ અને કાંતિ ઉપરથી ચંડાળ કન્યા લાગતી નથી. નક્કી ઉત્તમકુલની છે પણ પેટે જવાબ આપે છે. તેણે મધુરતાથી કહ્યું. “સુંદરી! તું મારી સાથે ચાલ. તારૂં કુલ કેઈને પણ હું નહિ જણાવું. તારી ઈચ્છા હોય તેમ કરજે પણ તારું દુઃખ હું દૂર કરીશ. માણસ માણસને કામમાં નહિ આવે તે કેણ આવશે?” એમ બેલી તે ખોળામાં રહેલ પુત્રને લઈને ચાલવા લાગ્યા. પિતાના નિધાનને કઈ લઈ જાય અને મનુષ્ય તેની પાછળ પડે, તેમ મલયસુંદરી તેની પાછળ દોડી. આ આતને મુકાબલે કરવા તેણે નિર્ધાર કર્યો. માર્ગમાં પુત્રમેહુથી મોહિત તેણે સાર્થવાહને ઘણી આજીજી કરી કે મને મારે પુત્ર પાછા આપ, પણ તે હાથમાં આવેલે શિકાર જવા દે તે સરલ ન હતો. આખરે મલયસુંદરીએ વિચાર્યું–આવા ગાઢ જંગલમાં રહેવું ઉચિત નથી. વળી જંગલમાંથી કેઈ નગરમાં પહોંચ્યા બાદ કંઈક માર્ગ નીકળશે. મારૂં શીલવત સાચવીને પુત્રને પાછો મેળવીને હું માર્ગ કાઢીશ. આમ વિચારી તે બલસારની સાથે તેના તંબુમાં પહોંચી. બલસારે તેને ગુપ્ત સ્થાનમાં રાખી તેને પુત્ર પાછો સંપી, આશ્વાસન આપી, P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust