________________ 112 સતી મલય સુંદરી આ એક જ છે. તેનું નામ કર્મ. માટે તે કર્મ બાંધતાં દરેકે વિચારવું એ આ પ્રકરણને સાર છે.... મલયસુંદરીને આવા દુઃખમાં પણ સાંત્વન આપનાર આનંદ આપનાર પુત્રજન્મ હતા. પુત્રનું સૂર્ય જેવું તેજસ્વી સુખ જોઈ તે આનંદ પામી. નેહથી તેને ખોળામાં લઈ અનિમેષ જોઈ રહી. ખરેખર પોતાના પ્રિય પાત્ર મહાબલ જેવું જ મુખ હતું. પુત્રને નીરખી નેત્રમાંથી હર્ષાશ્ર ખર્યા. તે તેને ઉદેશી બોલવા લાગી. “કુમાર ! તારે જન્મ થતાં જ મારા મને રથને પણ જન્મ થયો છે. આ નિભંગી માતા! આવા ભયંકર વનમાં તારો જન્મેન્સવ કેવી રીતે કરે? જે આજે તું ત્યાં રાજમહેલમાં જનમ્યો હોત તે આજે સમગ્ર નગરમાં ઉત્સવ થાત ! ઘેર ઘેર ધવલ મંગલ ગીત ગવાત! લેકે ભેટ લઈ તારા પિતાને ધન્યવાદ–અભિનંદન આપત! અને તારા પિતા ! એમના હર્ષનિ તે પાર જ ન હોત ! અરે ! આજે ભાગ્યયોગે તારી ને મારી સંભાળ લેનાર પણ કેઈ નથી! અને આમ ફરી તેનું હદય ભરાઈ આવ્યું. એવામાં બાજુમાં જ નદીને ખળખળ અવાજ સાંભળી તે પુત્રને લઈને ચાલી અને ત્યાં પોતાનું સુતિકર્મ પિતાના જ હાથે કર્યું. આખર તે એ ક્ષત્રિય કન્યા હતી. સહનશીલ હતી. એની રાજકુટુંબની સંસ્કારી કેળવણી હતી. એણે સ્વચ્છ થઈને જંગલમાં એક જગ્યા પસંદ કરી. પર્ણની કુટિર બનાવી. અને વૃક્ષ પરથી પાકેલા ફળે તેડી ઉદરપૂર્તિ કરી. તેણે ત્યાં આમ કેટલાય રાત્રી વીતાવી. એ વિચારતી હતી, કે સારે સાથે મળી જાય તે કઈ નગરમાં ગયા બાદ પોતાના રાજ્યમાં પહોંચી શકાય. - એવામાં એકદા બાજુના ધેરી રસ્તા પર કઈ સાર્થના ગાડાને અવાજ એણે સાંભળ્યો. એણે બાળકને ખેળામાં લીધો. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust