________________ શીલવતની કસોટી 115 ભજન વિગેરેનો પ્રબંધ કરી, તેની સેવામાં એક દાસીને પી. એટલું જ નહિ તે સ્ત્રીને સાંત્વના પમાડવા-વિશ્વાસમાં લેવા માટે તેણે સુંદર ભેજન-વસ્ત્ર અને અલંકારો પણ મોકલવા લાગે. અને એક પણ વચન તેને અપ્રીતિકર લાગે તેવું બોલતો ન હતે. અખંડ પ્રમાણે સાર્થવાહ આગળ વધી રહ્યો હતે. એકદા તેણે મલયસુંદરીને પૂછ્યું : “હે શુભે! તમારું નામ શું ?" મલયસુંદરીએ કહ્યું, “મારૂં નામ મલયસુંદરી છે” આથી તે બલસારને મનમાં નક્કી થયું કે આ સ્ત્રી ભલે કુલ વિગેરે છુપાવે પણ નામ પરથી જ તે ઉચ્ચ કુટુંબની છે એ પ્રતીતિ થાય છે. અખંડ પ્રયાણે તેઓ ભારતના શ્રેષ્ઠ બંદર સાગરતિલક નગરમાં આવી પહોંચ્યા. સાર્થવાહે પિતાની હવેલીમાં એક ગુપ્ત ખંડમાં મલયસુંદરીને રાખી અને વિશ્વાસુ દાસી સિવાય આ વાતની બીજા કોઈને પણ ખબર પડવા ન દીધી. એકદા તે પ્રભાત કાલે આવ્યું. અને મલયસુંદરીને સ્વસ્થ જેઈમધુર વચને સુખશાંતિ પૂછી બેલ્યા, “હે સુંદરી! મારે વિશાળ વેપાર છે. આ નગરને હું કેટયાધિપતિ શ્રીમંત વેપારી છું. જે મને સ્વામી તરીકે કબૂલ કરે તે આ અખૂટ વૈભવની તને સ્વામીની બનાવીશ. અને હું તારા દાસ કે સેવક તરીકે જ રહીશ. વળી હું નિઃસંતાન છું. તારો પુત્ર એ મારે જ પુત્ર ગણીશ” અને આમ તે વિષયની યાચના–પ્રાર્થના કરવા લાગ્યા. મલયસુંદરી આ પ્રસંગે ઉપસ્થિત થશે એ જાણતી જ હતી. તે બેલી, “હે સજજન વેપારી! શાસમાં પરસ્ત્રીગમન એ નરકનું દ્વાર છે. મહાપાપ છે. અને સતી સ્ત્રીના શીલનું ખંડન કરવું એવું ભયંકર પાપ કરવું તમને ઉચિત નથી. સૂર્ય P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust