________________ જંગલમાં પુત્રજન્મ 3555353333333333335359033 ઘર અરણ્યને પ્રદેશ, ચારે બાજુ હિંસક પ્રાણીઓના ભયંકર શબ્દો-અંધારી ઘેર રાત્રી-અબળા જાતિ અને એકાકી! સગર્ભા! મલયસુંદરી ક્ષણવાર વિકલ બની ગઈ. રાજમહાલયની વસનારી રેશમી શૈયામાં આગેટનારી આ નારીને આજે કર્મ રાજાએ–ભાગ્યે ભયંકર વનમાં મૂકી દીધી, એ વિચારવા લાગી–મારે એ શું અપરાધ થયો કે મારા સસરાએ મને દંડ આપે ! એ એની સમજમાં ન આવ્યું. નક્કી મારે વિષે કેઈએ તેમને ઠગ્યા છે. નહિ તે એ ઘણું ભલા છે. મારા પર સ્નેહ પણ છે. અહો ! સસરા સુરપાળ! તમને સાચી વાત સમજાશે ત્યારે ઘણે પશ્ચાતાપ થશે! હે નાથ ! આપ તે મને મારા સુખની ખાતર મહેલમાં મૂકી ગયા પણ મારી આવી વિષમ અવસ્થા તમે સાંભળશે ત્યારે તમારા શરીરની–મનની શી દશા થશે! મારા વિરહે તમે કેવા દુઃખ દાવાનલમાં બની જશે. એ વિચારે હું ધ્રુજી રહી છું. તમને હું જ જાણું છું. હે પ્રિય! હવે ક્યારે તમારે સંગમ થશે ? શું એ સંભવીત બનશે? એટલા દિવસ કેમ કાઢશે? આર્યનારી આવા ભયંકર જંગલમાં પણ પતિની ચિંતા કરી રહી છે. એ આજની સ્ત્રીઓએ શીખવા જેવું નથી ? મલયસુંદરી પતેજ પિતાને સ્વસ્થ કરવા લાગી. શરૂઆતમાં આવેલી આંસુઓની પાળને નેત્રમાંથી દૂર કરી તે વિચારવા લાગી, હે ચેતન ! આમ - બહુ રડવાથી આ અરણ્યમાં તારૂં કોણ સાંભળશે? તે પૂર્વ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust