________________ આશાની જ્યોત 109 વિચારે હાથમાં પ્યાલું રહી જતું. એના દેહમાં-મનમાં અને અને આત્મામાં એની પ્રિયતમા છવાઈ જતી. એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ–એના ગુણો યાદ આવતાં. આંખમાં આંસુના તોરણ બંધાઈ જતાં. ખરેખર પ્રિયસ્વજનનો વિગ વસમે હોય છે. રાત્રી પડી. એના મનની સ્થિતિ આજે બેકાબુ હતી. તે જાતે જ મલયસુંદરીની શોધ માટે જવા માટે તૈયાર થયો હતો. જ્યાં મધરાત જામી એટલે તે પહેરેગીરની નજર ચુકાવી એકાકી તેની શોધ માટે નીકળી પડો. ઘડીમાં ઉદાસ મને ઘડીમાં આશાના સહારે તે શેધ. કરતે પૃથ્વીતલ પર ફરવા લાગ્યા. પ્રભાતે જ્યારે રાજા સુરપાલને ખબર પડી કે મહાબલ પણ નથી ત્યારે એમના દુઃખને પાર ન રહ્યો. છતાં વિચાર્યું, નક્કી એ મલયસુંદરીની શોધ માટે એકાકી ગયેલ છે. અને એના કાર્યમાં સફળ થયે જરૂર પાછો આવશે. છતાં મહાબલની શોધ માટે પણ તેમણે માણસને રવાના કર્યા. આખર તે પિતૃ હૃદય હતું–માત્ર એક નિમિતજ્ઞના વચને તેમની પણ આશાની જ્યોત ઝગમગી રહી હતી.......... આ સંસાર એટલે જ આશા નિરાશાનાં મોજાથી ભરપૂર મહાસાગર. એમાં માનવી આશાની ભરતીમાં સુખ અનુભવે. નિરાશામાં શેક. એ સાગર, જ્ઞાનીના વચનરૂપ પ્રવહણ વિના તો મુશ્કેલ છે. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust