________________ આશાની જ્યોત 107 નિમિત્તિકે પ્રશ્ન પરથી ગણત્રી કરી. થોડીવારે કહ્યું “મંત્રીશ્વર ! તે કુમારનાં પત્ની જીવતાં છે. અને એક વર્ષને અંતે કુમારને મળશે” મલયસુંદરી જીવતી છે આ વાકયે. કુમાર પર સંજીવનીનું કામ કર્યું. જાણે તે પુનર્જીવન પામ્યા. નેત્ર વિકસ્વર કરી તે કુમાર બોલી ઉઠયે “નિમિત્તિક! વિલંબ નહિ કરતાં જવાબ આપો. હાલ તે કયાં છે?” નિમિત્તિકે ફરી ગણત્રી કરી કહ્યું, “કુમાર ! એ હું નથી જાણી શકતો કે હાલ કયાં છે પણ જીવતાં છે એ વાત ચેસ છે.” આ શબ્દોથી રાજાને શક આવ્યું કે સુભટોને મારવા મેકલેલ તે કયાંથી જીવતી હોય, છતાં તે મારવા ગયેલ સુભટોને પતે ફરી લાવ્યા અને કહ્યું “હે સુભટો! તમને અભય વચન આપું છું. તમે મલયસુંદરીને મારી નાખી હતી કે એમ જ છોડી દીધી હતી તે સાચું કહે.” અભયવચનના સહારે સુભટોએ યથાર્થ વાત કહી દીધી. “રાજન ! એનું નિર્દોષ મુખ જોઈ અમારે સ્ત્રી હત્યા કરવાનો જીવ ન ચાલ્યો. વનમાં જ એમ ને એમ મૂકી અહીં આવતા રહ્યા.” દીર્ઘ નિશ્વાસ મૂકી પશ્ચાતાપપૂર્વક રાજા બોલ્યા “અહો ! જે દયાબુદ્ધિ આ લેકમાં છે તેટલીય મારામાં નથી. તેમને હજાર ધન્યવાદ ઘટે છે.” પછી રાજાએ નિમિત્તિકને અને સુભટને પારિતોષિક આપી રવાના કર્યા. - ત્યારબાદ કુમારના વચનથી રાજાએ જ્યાં સુભટોએ વનમાં મલયસુંદરીને મૂકેલ ત્યાં તપાસ કરવા માણસો મેકલ્યા. તે સિવાય ચંદ્રાવતીમાં પણ કેટલાક માણસને તપાસ કરવો મોકલ્યા. વનમાં ગયેલા સુભટો નિરાશ થઈ પાછા ફર્યા. બીજે પણ ગયેલા સુભટો નિરાશ થઈ પાછા ફર્યા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust