________________ 108 સતી મલય સુંદરી રાજાએ કુમારને સમજાવી જોજન કરાવ્યું. પોતે પણ ભેજન કર્યું, પણ મન વિનાનું ભોજન કેવું હોય? આ ભજન કરી કુમાર પોતાના મહેલે આવ્યો. મલયસુંદરીનાં વસ્ત્રો, કડાગૃહ, રતિગૃહ–અલંકાર જોઈ તેને એક એક સંસ્મરણેની સરવાણુઓ જાગૃત થઈ. જે રાજમહેલમાં ગાંધર્વનાં ગાયને, વારાંગનાના નૃત્ય, વીણાના સૂરે, મૃદંગના અવાજે, શરણાઈના સૂરો નિત્ય ગાજતા હતા તે મહેલ સાવ શૂન્ય દેખી કુમારને જરાય ચેન ન પડ્યું. પ્રિયપાત્ર વિના તેના જીવનનું સંગીત વિલીન બન્યું હતું. માત્ર એક જ વ્યક્તિના અભાવે એને મનને મહેલ શુન્ય લાગતો હતો. પ્રભાતે જે સૂર્યને દેખી તેને નૂતન પ્રકાશ અને ચંદ્રને દેખી ચાંદનીની શીતલતા ભાસતી હતી ત્યાં આજે અંધકારને શૂન્યાવકાશ સર્જાયે હતો. ઘડીમાં શય્યા પર પડી તે મલય સુંદરીના નિરાશાજનક વિચાર તરંગે ચડી જત તો ઘડીમાં નિમિત્તિકનાં વચને તે આશાના હિંડોળે ઝુલી રહેતો-જાણે હમણાં કઈ માણસ એને નવીન આશાજનક સમાચાર લાવશે એવા ભણકારા વાગતા.......... જગતમાં નેહ-પ્રેમ અને મેહુ એ એવા ઘેન છે કે તેમાંથી છૂટવું ઘણું મુશ્કેલ છે. એ ઘેન ચડી જાય એટલે જાણે માનવી જીવનથી રદબાતલ થઈ જાય તેવો એ નશે છે. મંત્ર, જ્ઞાન અને જ્ઞાની જ તેને ઠેકાણે લાવવા સમર્થ છે. મહાબલને મહેલની ભીંતામાં મલયા દેખાતી. સ્વપ્નમાં એના જ પ્રસંગે ઉપસ્થિત થતા. મહેલની એક એક ચીજમાં તેની સ્મૃતિ પડી હતી. પાણી પીવા જતાં ક્ષણવાર એના P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust