________________ આશાની ત 1335 3333333333333 જો આ દુઃખભર્યા સંસાર સાગરમાં સુખની એકાદ મીઠી મહેરામણ ન હોત તો આ સંસારના ખારા જલમાં કેઈ રહી જ ન શકત! લાખો નિરાશામાં માત્ર એક જ આશાનાં તાંતણે માનવી ઘણું ગમે તેવાં કષ્ટ સહી લે છે. એ આશાની જોત બુઝાઈ જાય તો માનવી અને મૃતકમાં કંઈ જ ફેર ન રહે. સમગ્ર નગરમાં ઉદાસીનતાનું એક વાદળ છવાઈ ગયું હતું. કારણકે મહાબલના શકે કેને દુઃખી ન કર્યા એ જ એક પ્રશ્ન હતો. પણ દુખને ય આરોવારો હાય છે. સદાકાળ દિખ પણ ટકતું નથી. એકદા રાજ્યસભામાં અષ્ટાંગ નિમિત્તને જાણકાર એક નૈમિત્તિક આવ્યું, તેને પ્રભાવશાળી સવાબ હતો. હાથમાં અષ્ટાંગ નિમિત્તનું પુસ્તક હતું. રાજાની પાસે જ મહાબલકુમાર બેઠો હતો. મુખ્યમંત્રી જ તેને લાવેલા હતા. મંત્રીએ રાજ્યસભામાં જ તેને પ્રશ્ન કર્યો, “હે નૈમિત્તિક ! આ અમારા મહાબલકુમારનાં પત્ની એક સ્ત્રીના પ્રપંચથી સમુદાયથી પૃથક થયાં છે. સમગ્ર રાજકુટુંબ એથી શેકમાં પડયું છે તો તમે તમારા નિમિત્ત બળથી કહે કે તે સ્ત્રી જીવતી છે કે મરણ પામી છે?” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust