________________ 104 સતી મલય સુંદરી અવિરત પ્રયાણ કરી ડાક જ વખતમાં પૃથ્વીસ્થાનપુરમાં આવી પહોંચ્યો. પિતાને નમસ્કાર કરી સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. રાજાએ પણ કુમારની ખૂબ પ્રશંશા કરી. ત્યારબાદ મહાબલ રાજાની આજ્ઞા લઈ મલયસુંદરીના મહેલે જવા જ્યાં તે તૈયાર થયે ત્યાં રાજાએ તેને એકાંતમાં લઈ જઈ કહ્યું, “કુમાર ! એ તો રાક્ષસી હતી. એનો વધ કરાવ્યો. તેને બીજી રાજકુમારી પરણાવશું” અને એમ કહી સર્વ વૃત્તાંત સાંભળતા જ મહાબલ છેરાયેલા વૃક્ષની જેમ ઢગલે થઈ ભૂમિ પર પડે. થોડીવારે હિોશ આવતાં ગદ્ગદ્ કડે બેલ્યો. પિતાજી ! આ તમે શું કર્યું ? એ કનકવતી નાકકટી તે કપટી છે. પૂર્વે પણ એણે ઘણાં ચરિત્ર કર્યા છે. એ બાળા પર વેર વાળનારી છે. અરેરે ! આપની બુદ્ધિમાં પણ વિપર્યાસ! એ કપટીની વાત માની લીધી ! પિતાજી તમે ઠગાયા. અરે હુ જ ઠગા ! અરે એ નાકકટી છે કયાં ! મને પ્રથમ એને બતાવે. રાજા આ બધું સાંભળી ક્ષણવાર ઝખ થઈ ગયે. નીચું જઈ તેણે જવાબ આપે. તે કયાંક નાસી ગઈ લાગે છે. કુમાર પ્રિયાના વિયોગથી ઉદાસીન પિતાના મહેલે આવ્યા. કુમાર પ્રતિના પ્રેમે રાજા પણ પાછળ આવ્યો. રાજાએ ચાવીથી સમગ્ર તાળાં ઉઘાડી આપ્યાં. કુમારને કહ્યું, “જો અહી તે મલયસુંદરી ચેનચાળા કરતી હતી. આ ઝરુખા પર, આ સુભટી બધા સાક્ષી છે” કુમાર તે વાત ન માનતાં મહેલની દરેક વસ્તુ ઝીણવટથી જોવા લાગ્યા. એવામાં તે મંજૂષાને તાળું છતાં જરાક તે હાલતી દેખાઈ. તુરત તેનું તાળું ઉઘાડયું. તો તેમાંથી રાક્ષસીના એ જ વેશમાં તે નાકટી ઉભી થઈ ગઈ. રાજા પ્રમુખ આ જોઈ સ્તબ્ધ થઈ ગયા. કુમાર બેલી ઉઠે. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust