________________ દુર્જનને સફળ દાવ 103 મોટા શ્રેષ્ટિવર પણ તુંકાર ન કરી શકે તેને જેમ તેમ બોલતા કેઈ સ્થળે મારે નાશ કરવા કેમ લઈ જાય છે. આ શું જુલમ! મારે છે અપરાધ ? શું મારા સમગ્ર પુણ્ય ખલાસ થઈ ગયા ! અરે કઈ અયશ કર્મને ઉદય થયો કે શું? આમ વિચારતી તે મહાબલે આપેલા લેકનું સ્મરણ કરવા લાગી. એના મુખ પર શાંત મધુર આભા વિલસી રહી. એક ભયંકર અટવીમાં સુભટોએ રથ ઉભે રાખે. મલયસુંદરીના મુખ પરની શાંત આભા, રાજ તેજ-નયનમાંથી વરસતી અનરાધાર અશ્રુધારા-નિર્દોષ નેત્રો જોઈ સુભટને તેના પર કરુણા આવી. નક્કી આવી રાક્ષસી ન જ હોય. આ સ્ત્રી નિર્દોષ જ લાગે છે. હવે એને શું કરીએ? મારીએ તો સ્ત્રી હત્યા લાગે. અને અહીં જ મુકી જતા રહીએ. એની મેળે મરી જશે. અને તેઓએ તેના હાથનાં બંધન છોડી ત્યાં મુકી રથ નગર તરફ વાળે. અને રાજાને જુઠો જવાબ આપે કે અમે મલય સુંદરીને મારી નાખી. રાજા ખૂશ થયે. હવે જરૂર મરકી શાંત થશે એમ એને લાગ્યું. કનકવતોને ખૂશ કરવા તેની તપાસ કરી પણ તેને પત્તો ન લાગ્યા. રાજાએ મલયમંદરીને મહેલ સને જાણી બંધ કરાવી ચારે બાજુથી તાળાં મરાવી દીધાં. આ બાજુ મહાબલ અખંડ પ્રમાણે ભીલ્લ રાજાના રાજ્ય પાસે પહોંચે. અને જ્યાં ભીલ રાજા સામે આવ્યા એટલે સાણસા વ્યુહથી એમના પર મારો ચલાવ્યો અને થોડાક જ સમયમાં તેને જીતી લઈ ભીલ રાજાને જીવતે પકડી પિતાની આજ્ઞા પળાવી. અને ખંડણી પેટે ઘણું દ્રવ્ય લઈ તેને ફરી રાજ્ય પર સ્થાપી. વિજય વાવટો ફરકાવતે પ્રિયાને મળવા માટે P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust