________________ દુર્જનનો સફળ દાવ 101 પામે. વિચારમાં પડ્યો. અહો ! આ કેવી વાત ! મારા નિર્મળકુળમાં પણ આવું કલંક ! શું મલયસુંદરી રાક્ષસી ! આ વાતને સંભવ પણ અશકય ! તે આ સ્ત્રી અસત્ય શા માટે બોલે ! એને પણ એ સ્ત્રી પ્રિય છે છતાં કહ્યું છે કે સડેલા પ્રિય અંગને છેદવામાં બાધ નથી..... અહો ! શું કરવું? આજ રાત્રીએ પ્રત્યક્ષ જોયા બાદ આગળ શું કરવું તે જણાશે. આમ વિચારી રાજાએ કહ્યું, “હે શુભે! તું પણ આ વાત ગુપ્ત શું કરવું તે જણાવીશું” કનકાવતી ઉભી થઈ જતાં જતાં કહેતી ગઈ. “રાજન ! રાત્રીએ એ રાક્ષસી દેખાય તે પણ એને નિગ્રહ ન કરતા. રાત્રે તે અજેય હોય. પ્રભાતે જ નિગ્રેડ કરજે ." અને સફળ દાવ નાખી ચાલી ગઈ અને બજારમાંથી રાક્ષસીને રોગ્ય કેશ દાંત પર છરી વિગેરે કપડાંમાં લપેટી લઈ આવી અને સાંજના મલયસુંદરીના મહેલે સુવા માટે ગઈ. રાત્રી પડી. કનકવતીએ કહયું “પુત્રી ! તું અહીં જ સુઈ રહેજે. હું આજે તે રાક્ષસીને બરાબર નિગ્રહ કરીશ. તું બહાર ન આવીશ. નહિતર ડર લાગશે.” એને એમ સમજાવી તે બહાર આવી. બિલકુલ નગ્ન થઈ રાક્ષસીને વેશ ધારણ કર્યો. હાથમાં સળગતું ઉંબાડીયું લીધું. બીજા હાથમાં ખપ્પર લીધું. લાંબા કેશ છૂટા મૂકયા અને ઝરૂખામાં આવી નાચવા લાગી. એમ કરતાં જ્યાં મધરાત જામી અને એને સમજ પડી કે સામે અગાશીમાંથી રાજા પ્રમુખ તેને જોઈ રહ્યા છે ત્યારે તે ઝરુખા ઉપર સળગતું ઉંબાડીયું ઊંચું કરી નાચવા લાગી. મુખમાંથી કુત્કાર કરતી હતી. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust