________________ દુર્જનને સફળ દાવ 23E39 EEEEEEEEEEEEEEEEEEEE 21 મલયસુંદરી એકલી હશે તે શીધ્ર દાવમાં લેવાશે એ ઉત્સાહે કનકવતી તેના મહેલે આવી. આવીને જોયું તે તેના વિચાર બરાબર હતા. મલયસુંદરી ઘડીમાં આંસુ સારતી ઘડીમાં મુખ પર હાથ મુકી મહાબલને યાદ કરતી બેઠી હતી. ડી વારે એણે પાછું વાળીને જોયું અને પિતાને ઉભેલી જોઈ. ઓરમાન મા ના નાતે મલયસુંદરીએ સહેજ આવકાર આપે. બીલાડીને દુધ મળે પછી શું જોઈએ! કનકવતી પાસે આવી અને જાત જાતની મજાની વાત કરી તેના મનને આનંદમાં લાવી મૂક્યું. આમ પિતાની ઉદાસીનતા દૂર કરવાના ઈરાદે મલયસુંદરીએ કહ્યું : “માતા! રાત્રીએ પણ તું અહીં જ રહેજે મારી રાત્રી સુખે પસાર થાય.” ભાવતું હતું ને વૈદે બતાવ્યુંએટલે કનકવતીએ આ વાત તુરત સ્વીકારી લીધી. મોડી રાત્રે મલયસુંદરીને ઘાટ ઘડવા માટે કનકવતીએ કહ્યું : “પુત્રી ! તને ઉપદ્રવ કરવા માટે રાત્રીએ અહીં રાક્ષસી ફર્યા કરે છે, આજે મેં તેને દીઠી, આજે તે હું જાગતી હતી તેથી હઠાવી દીધી પણ કાલે તે હું રાક્ષસીને વેશ લઈ એને એવી શિક્ષા કરું કે તે પાછી કઈ દિવસ આવે જ નહિ. હું પણ થોડા મંત્રતત્રાદિ પ્રગ જાણું છું.” P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust