________________ - 1o2 સતી મલય સુંદરી આ અવસરે રાજાએ ડી વાર સર્વ જોયું. એ મહેલ મલયસુંદરીને જ હોવાથી તેના મનમાં પાકી ખાત્રી થઈ ગઈ કે મલયસુંદરી રાક્ષસી છે. તેણે વિચાર્યું. જે હવે હું તુરત તેને નિગ્રહ નહિ કરું તો મરકી સમગ્ર નગરને નાશ કરશે. એમ વિચારી કેધથી ધમધમતા રાજાએ કહ્યું. “અરે સુભટો ! જુએ છે શું ? જાવ અત્યારે જાવ અને આ દુષ્ટાને જીવતી જ પકડી લ્યો અને રથમાં બેસાડી કેઈ ન જાણે તેમ વનમાં લઈ જઈ મારી નાખો.” રાજાના આદેશથી સુભટો દોડતા એ જ સમયે મલયસુંદરીના મહેલ તરફ આવી રહ્યા. આ જોઈ કનકવતી મલયસુંદરીને જગાડી કહેવા લાગી “અરે પુત્રી ! હું રાજાની આજ્ઞા વિના તારા મહેલે સવા આવી તેથી મારી પાછળ સુભટે મને મારવા પડયા છે. મને કયાંક સંતાડી દે.” મલયસુંદરીએ દયા લાવી એના કપટને નહિ જાણતી એક મોટી મંજુષામાં બેસાડી તેના ઉપર તાળું મારી દીધું. તેટલામાં સુભટો આવ્યા. મલયસુંદરીનું સ્વાભાવિક રૂપ જોઈ વિચારવા લાગ્યા. આ રાક્ષસીએ પિતાનું રૂપ ફેરવી નાખ્યું છે. હાં. પણ આપણે ક્યાં છોડીએ તેમ છીએ. તેની પ્રતિ મોટેથી બોલ્યા " અરે પાપિણી ! હજી સુધી કેટલા મનુષ્યના તું સંહાર કરીશ? સુભટો ! જુવે છે ! પકડી લે આને ! અને બાંધી દે. સુભટોએ તુરતજ મલયસુંદરીને પકડીને દોરડીથી બાંધી અને મહેલની બહાર કાઢી પરાણે રથમાં નાખી. રથને વાયુ વેગે ઘેર અટવી તરફ મારી મૂકા. આ અકસ્માત્ બનવાથી મલયસુંદરી સ્તબ્ધ જ થઈ ગઈ કે આ શું ? શા માટે સુભટ મારે તિરસ્કાર કરે છે. જેને P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust