________________ સ્વામી વિહેલા દ ઉભેલા સૈન્યમાં નીશાન સતી મલય સુંદરી તેથી તેને અહીં જ રહેવા ફરજ પાડી. મલયસુંદરીએ ન છૂટકે પતિને વિદાય આપી. સ્નેડ બંધનથી બંધાયેલા બન્નેનાં નેત્ર ભેગાં થયાં. મલયસુંદરીને કંઠ રુંધાઈ ગયે, છતાં વિદાય થતા કુમાર પ્રતિ સ્નિગ્ધ દૃષ્ટિએ જોતી બેલી. સ્વામીનાથ! દુશ્મનને જીતી જલદી પાછા પધારજો અને આ દાસીને વહેલા દર્શન દેજે” કુમાર તેને આશ્વાસન આપી વિદાય થયો અને તૈયાર ઉભેલા સૈન્યમાં ભળી ગયો. અને પ્રસ્થાનને હુકમ કર્યો. સૈન્ય પણ થોડીવારમાં નીશાન ડંકા વગાડતું સમર્થ નાયકના સથવારે નગર બહાર કુચ કરી ગયું. નગરજને બોલી ઉઠયા. “મહાબલ જેવા યશસ્વી નાયકના હાથમાં વિજય વરેલે જ છે.” પતિદેવ જતાં આ બાજુ મલયસુંદરીને મહેલ સૂનો સૂને લાગતું હતું. સમગ્ર ચીજ વસ્તુમાં પ્રિયતમની યાદ ભરી પડી હતી. તે મહાબલના ગુણોને યાદ કરતી એના વિચારમાં સ્મરણમાં ખવાઈ ગઈ... સાંજ પડી ગઈ હતી. એ એની યાદમાં મગ્ન હતી ત્યાં એક સ્ત્રી તેની પાછળ આવીને ઉભી રહી. અવાજ થતાં એણે પાછું વાળીને જોયું. એ કેણે હતી? અહો! એ જ ! કનકવતી ! નાકકટી !.. ............ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust