________________ 96 સતી મલયસુંદરી દ્રવ્ય આપ્યું, તે દ્રવ્ય લઈ તે વળી પાછી કુમારના મહેલમાં આવી. તે સમયે કુમાર મલયસુંદરીને બધી વાત કરતે હતે તે નાકકટી મલયસુંદરીને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. તેના ગળામાં લક્ષ્મીપુંજ હાર તેમ જ આ મહાબલની જ સ્ત્રી બની છે તે બધી વાત જાણી તે ચિંતામાં પડી કે હવે મને કુમાર આશરે નહિ આપે. આ મલયસુંદરી મારે બધે ઇતિહાસ આ કુમારને કહી દેશે. હવે જે આશા આપે તે પ્રથમ આ શત્રુરૂપ મલયસુંદરીને ઠેકાણે કરી દઉં. આમ તે વિચારવા લાગી ત્યાં મલયસુંદરી બેલી. “હે અંબા ! આજે આમ અચાનક મેઘવૃષ્ટિ ક્યાંથી થઈ? અને તમે એકલા કેમ? અને તમારા નાકની આવી અવસ્થા કેમ થઈ?” મહાબલે વચમાં પડી કહ્યું, મલય! પિય! તારે આની કંઈ વાત ન પુછવી. એની સર્વ બીના હું જાણું છું. અવસરે તને કહીશ. તું હમણાં અંદર જા.” િમલયસુંદરી અંદરના ઓરડામાં ગઈ ત્યાં મહાબલે બાજુને જ એક મહેલ જે ખાલી પડેલ હતું તે રહેવા માટે કનકવતીને આપે. મુખે મીઠી અને મનમાં કપટી તે કનકવતી તે મહેલમાં રહેવા લાગી. અને ધીરે ધીરે મલયસુંદરી પાસે આવન જાવન કરવા લાગી. એના હદયના કપટી ભાવ મહાબલ કયાંથી જાણી શકે ?" જ્યાં મનુષ્યને ભાવિ ભૂલાવે છે ત્યારે તીક્ષણ બુદ્ધિમાન પણ ભૂલ કરી બેસે છે. જે ઘેર અપકાર કરનારી થવાની છે તેને જ મહાબલે આશરો આો. એણે ચોરને. ખજાનો બતાવ્યો તેથી મહાબલે તેને આશરો આપ્યા. અને તે પણ કુમાર અને મલયસુંદરી પાસે વારંવાર આવતી હસતી મીડું બેલતી તેમની પ્રશંસા કરતી ધીરે ધીરે એવી આપ્ત સમાન બની ગઈ કે રાજમંદિરમાં તેને પગ પેસારે દઢ થઈ ગયે. મેઢે મીઠું બેલતી મલયસુંદરીને તે છિદ્ર P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust