________________ એ રુદન કરનાર કેણ? 95 પણ ન હતી. એ મારો નિષ્કારણ વૈરી થયે. દુનિયામાં આવા પણ માણસો છે. કુમાર !" કુમારે કાન પર હાથ ઢાંકી હાવભાવથી કહ્યું. ખરી વાત છે બેન! તમારા જેવા સજજનને ઠગી તે ધૂર્તે બહુ ખોટું કર્યું. હાં પછી પેટીનું શું થયું?” તે બોલી નદિના જેસથી વહેતા પ્રવાહમાં તે પિટી તણાતી પ્રભાતકાલે આ ધનંજય યક્ષના મંદિર પાસે આવી. લેહબૂર નામના ચેરે તે ઘરેણાની લાલચ પેટી બહાર કાઢી. અને તાળું તેડી મને બહાર કાઢી. મને જીવીત આપનાર તે ચોર સાથે હું અલંબાદ્રિ પર્વતની ગુફામાં ગઈ. ત્યાં મને તેની સાથે ખૂબ મહોબત થઈ. તેણે પણ નગરમાંથી ચોરી લાવેલ દ્રવ્ય વિગેરે મને બતાવ્યું. પરસ્પર વિAવાસ થવાથી મેં મારી બધી વાત તેને કરી દીધી. તે મારી પાસે બે પ્રહર રહ્યો, તે બાદ તે નગરમાં કંઈક માલ લેવા ગયો. ત્યાં રાજપુરૂષોએ તેને પકડી લીધો. રાજાએ તેને ઝાડ પર લટકાવી મારી નખાવ્યું. તેની રાહ જોઈ હું કંટાળી. શોધ કરતાં તે વૃક્ષ પર તેનું મૃતક જોયું. હું રુદન કરવા લાગી. ત્યાં તમે આવ્યા. પછીની વાત તમે જાણે છે. હવે તમો મને આશરે આપે તે હું તેની ગુફા તથા બધો ચોરેલે ધનમાલ તમને બતાવું.” મહાબલતે સ્ત્રીને રાજા સુરપાલ પાસે લઈ ગયો. અને બધી વાત કરી. રાજાએ પણ તે સ્ત્રીને આગળ કરી સાથે કેટલાક સિનિકે લઈને ગયો. અને ચેરની મોટી ગુફા અઢળક ખજાને વિગેરે તે સ્ત્રીએ બતાવ્યા. તે માલ નગરમાં લેવડાવ્યા અને પ્રજાજનોને બેલાવી જેને જેનો માલ જે હતું તે સોંપી દીધું. તે સિવાય જે દ્રવ્યનું કઈ માલીક ન હતું તેવું ઘણું ધન વધી પડયું. તે પિતાના ખજાનામાં મોકલી દીધું. તે સ્ત્રીને પણ ઉચિત P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust