________________ એ સદન કરનાર કોણ? ખેળવા લાગી. કેવી રીતે તેને મારવી એ જ વાત તેના ચિત્તમાં હરદમ રમવા લાગી. દુર્જન મુખે મીઠા અને હૃદયના જૂઠા હોય છે. આ બાજુ મહાબલ અને મલયસુંદરીનો પ્રરસ્પર પ્રેમભાવ બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ જ થતો રહ્યો. અને એ નિર્મલ પ્રેમના પ્રભાવે થોડા સમયમાં મલયસુંદરી સગર્ભા બની. મહાબલ તેના સર્વ મનોરથો પૂર્ણ કરતે રહ્યો. મલયસુંદરીનું શરીર દિનપ્રતિદિન વૃદ્ધિ પામતુ ગયું એનું લાવણ્ય-તેજ વિસ્તરતું ગયું. ગર્ભ પ્રસુતિને સમય પણ નજીક આવતો ગયો તેમ રાજ સુરપાલ, માતા પદ્માવતી અને મહાબલ ત્રણેને હર્ષ વધતે ગયે. હંમેશા વડીલને મુડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. એકદા રાજા સુરપાલે મહાબલને બેલાવ્યો અને કહ્યું, “મહાબલ! કુર નામને એક પલ્લીપતી આપણા દેશને ઉપદ્રવ કરે છે તેની પાસે કિલ્લાનું બળ ઘણું છે. બીજાથી અસાધ્ય થઈ પડે છે. આપણે સેનાપતિ બે વાર લશ્કર લઈને ગયે છતાં તે તેને હરાવી શક્યો નથી. હવે એ કાર્ય માટે તારા સિવાય બીજું કંઈ સમર્થ નથી. તે તું જઈશ? મહાબલે વિનયથી નમીને કડયું, “જરૂર પિતાજી! હું જ જઈશ આપની આજ્ઞા પ્રમાણ છે” રાજાએ તેને શાબાશી આપી. અને મસ્તકે ચુંબન કરી સૈન્યને તૈયાર કરવા આજ્ઞા આપી. મહાબલ પણ સૈન્યને તૈયાર કરી મલયસુંદરીને જણાવવા પિતાના મહેલે આવ્યા. કુમારે મલયસુંદરીને બધી વાત જણાવી. પિતાની આજ્ઞા અને સમર્થ દુશમન માટે મારે જવું અનિવાર્ય છે તે જણાવ્યું–મલયસુંદરી કહે “હું તમારી સાથે જ આવું " પણ મહાબલે સ્પષ્ટ ના પાડી કારણ કે સગર્ભાવસ્થા–ભાવિ વારસનો જન્મ, અને યુદ્ધને મામલે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust