________________ એ રુદન કરનાર કેણુ? 335 333 334 335 333333333333333 2 0 વાતને અને સૌરભને પ્રસરતાં વાર લાગે છે? પિતાને ભાવિ રાજા મહાબલકુમાર, પરાક્રમી પરોપકારી અને પ્રજ્ઞાવાન છે, ચંદ્રાવતીથી રાજકન્યા પરણીને આવ્યો છે. એ વાત જાણીને પ્રજાની છાતી ગજ ગજ ફૂલી રહી. એવામાં ચંદ્રાવતીથી મલયકેત પણ આવી ગયું. રાજાએ તેને સ્નેહથી સત્કાર કર્યો. ત્યાંના ખબર અંતર પૂછ્યા. ત્યાંના સમાચાર તેણે કહ્યા. અને મહાબલ, મલયસુંદરી માટે તેણે પૃચ્છા કરી. રાજાએ બધી વાત વિગતથી કરી, પિતાના બેન બનેવી સુખશાંતિમાં છે જાણી તે ખુશ થયે. રાજા પાસેથી છૂટીને તરત તે બેનને મળવા ઉપડે. મલયસુંદરી પણ ઘણે દિવસે માડી જાયા ભાઈના દર્શન પામી રાજી થઈ ગઈ જગતમાં નારીને પિયરનું કાષ્ટ પણ પ્રિય હોય છે. ત્યાં આ તે પોતાને વડીલ બંધુ હતું. તેના હૈયામાં સ્નેહની સરવણી દેડી રહી. ભાઈને પ્રેમથી બધી વાત કરી. જતાં પિતાની આજ્ઞા લેવા માટે ન રોકાણું એનાં કારણે તેણે કહ્યાં. અને કહ્યું, તમે પિતાજીને વાત કરે અને મારા અપરાધની માફી માંગ.” એ સમયે મહાબલ પણ આવી ગયો, એણે પણ મલયકેતુને કહ્યું. “તમે તમારા પિતાજીને ખાસ કહેજો કે આપની આજ્ઞા લીધા વિના જનાર મહાબલે–આપના કન્યારત્નને ચેરી જનાર મહાબલે, આપની માફી માંગી છે. ત્યારબાદ ભેજન વિગેરે કરાવી મલયકેતુને રોકવા તેણે ઘણી મહેનત કરી. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust