________________ મહાબલની સનસનાટીભરી કથા આવ્યા! લેકે કુમારની પ્રશંસા કરી રહ્યા હતા ત્યાં રાજાએ કહ્યું, “કુમાર! યેગી મંત્રસાધન કરતે હતો તે જગ્યા અમને બતાવ. યેગીની સ્થિતિ આપણે નજરે જોઈએ.” કુમારે કહ્યું, “ચાલે પિતાજી!” અને રાજા સુરપાલ ઉઠયા કે તુરત સર્વ રસાલે તેમની સાથે તે યજ્ઞકુંડ જેવા ઉપડે. થોડા સમયમાં રાજા અને મંત્રી વર્ગ તે યજ્ઞકુંડ પાસે આવ્યા. કુમારે તે સર્વ બતાવ્યું. ત્યાં રાજાની દષ્ટિ ગી પર પડી. તે ચગી સુવર્ણ પુરુષ થઈ ગયો હતો. રાજાએ પિતાના માણસે મારફત તે સુવર્ણ પુરુષ ખજાનામાં મુકાવ્યો. એ સુવર્ણ પુરુષનો મહિમા એ છે કે તેના મસ્તક સિવાયના બીજ અંગોપાંગ આજે કાપ્યા હેય તે તે બીજે દિવસે પાછા અખંડ બની જાય. રાજા કુટુંબ સહિત મહેલમાં આવ્યું અને નગરમાં કુમારના નવીન જીવન નિમિત્તે દશ દિવસને મહોત્સવ કરાવ્યો. મંદિરમાં કુમારના નિમિત્તે ભવ્ય મહોત્સવ કર્યો. અને નગરમાં અનેકજ કુમારને ધન્યવાદ આપી તેના સત્વની પ્રશંસા કરી રહ્યા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust