________________ 74 સતી મલયસુંદરી વિનાશ થવા બેઠો છે. આ ભૂત લોકે અસત્ય બોલતા નથી. શું કરવું? કયાં પૃથ્વી સ્થાનપુર અને કયાં ચંદ્રાવતી! એક દિવસમાં કેમ પહોંચાય ?મહાબલ મુંઝવણમાં મુકાયે હતે. એવામાં વ્યંતર બોલે, ચાલે પ્રિયા, આપણે તે જોવા જઈએ. અને હુંકાર કર્યો એટલે વૃક્ષે ઊડવાની તૈયારી કરી. બન્ને જણા મહાબલ અને મલયસુંદરી એ જ વૃક્ષની બખોલમાં થડ પકડી બેસી ગયા અને વૃક્ષ ઊડવા લાગ્યું. મહાબલ જાણે કેઈ વિમાનમાં બેઠા હોય તેમ નીચેની સરકતી જમીન અનિમેષ નેત્રે જોઈ રહ્યો હતે. મલયસુંદરી પણ સ્વામીના સાન્નિધ્યે નિર્ભય થઈને બાજુમાં બેઠી હતી. ડી જ વારમાં તે વૃક્ષ ગોળા નદીની બાજુમાં એક પર્વતની મેખલા પાસે આવીને અટકયું. પરિચિત પ્રદેશ–પિતાનું નગર બાજુમાં જ છે તેવી ખાત્રી થતાં કુમાર અને કુમારી તે વૃક્ષમાંથી બહાર આવ્યા. તે સમયે વળી વૃક્ષ ત્યાંથી ઊડવા લાગ્યું. બન્ને જણાએ વિચાર્યું, સારું થયું આપણે શીધ્ર બહાર આવ્યા. નહિ તે આ વૃક્ષ ક્યાં લઈ જાત. બને ધીરે ધીરે ચાલીને કદલીદલના વનમાં આવ્યા. અને વિશ્રામ લેવા એક વૃક્ષ નીચે બેઠા. એવામાં થોડેક દૂર કઈ સ્ત્રી કરુણ સ્વરે રૂદન કરતી હોય તે અવાજ કુમારના કાને અથડાયે. મહાબલ પારકાના દુઃખને જેવા અશક્તિમાન હતું. રૂદન સ્વર ઘેરે થતાં મહાબલે કહ્યું “પ્રિયે ! તમે ડીવાર અહીં બેસે. હમણાં જ હું તે કોણ રડે છે તેની તપાસ કરીને આવું છું. દુઃખને મદદ કરવી એ આપણી ફરજ છે અને તે ત્યાંથી રૂદનના અવાજ પ્રતિ ચાલ્યું. મલયસુંદરીએ વિચાર્યું, વારંવાર એમની સાથે તેમની ઈચ્છા વિના જવું ઉચિત નથી. હમણું P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust