________________ - સતી મલય સુંદરી મારે મહાબલ! ....રાજન સ્વામીનાથ! હે કુમાર વિના જીવન નહિ જ ધારી શકું.” માતાનું હૃદય ! એ કેવું પુત્ર પર હસભર હોય છે તે માતા થનાર નારી જ જાણી શકે છે, અન્ય નહિ. રાણી તે હજુય ભૃગુપત કરવાની જ વાત કરતા હતા. રાજાએ તેને આશ્વાસન આપી કેટલાક અનુચને કુમારની શેધ કરવા મેકલ્યા, અને પોતે તથા રાજકુટુંબ રથમાં બેસી પોતાના મહેલે આવ્યા, મલયસુંદરીની દરેક દેખભાળ રાણી પદ્માવતી જ કરવા લાગ્યા, એક પુત્રી પર વરસતે માતાને સનેહ જોઈ મલય સુંદરીને પિતાનાં સાસુ પર અતિ હેત આવ્યું. રાણ! પદ્માવતીએ તેને ઘણું ભાવથી ભજન કરાવ્યું. સુંદર વસ્ત્ર અલંકારો આપ્યા. એથી એને જાણે આ ઘરમાં એક મીઠા વિસામે મળે. રાત્રીએ તે પલંગ પર પડી. આજનો વિચાર કરવા લાગી. આગળ પણ મારા સ્વામીએ કપાળનું તિલક ભૂલી નાખેલ. તો હું સ્ત્રી રૂપ બનેલ. અત્યારે આ સપની જીભથી તિલક ભૂસાવાથી મારૂં મૂળ રૂપ પ્રકટ થયું. લક્ષ્મીપુંજ હાર પણ તેના મુખમાંથી જ મળે. તે શું સર્પ રૂપે એ પોતે હશે? શું હશે? એણે રાત્રીભર ઘણા વિચાર કર્યો પણ કંઈ સત્ય તે મેળવી ન શકી. આખરે પતિના વિયેગે તે મેડી રાત્રે શય્યાભાગી બની. અને દિનભરના ધાને લઈ તે નિદ્રા દેવીના ખોળે રાત્રી પસાર થવા લાગી. P.P. Ac. Gunratnasun Nue Gun Aaradhak Trust