________________ સતી મલયસુંદરી. પપપપ કપાળનું તિલક ભૂંસી નાખી તેના મસ્તક પર છત્રની માફક ફણા પ્રસારીને રહ્યો. - તિલક ભુંસાઈ જતાં ક્ષણવારમાં મલયસુંદરી પિતાના મૂળ રૂપને પામી. રાજા અને પ્રજા તે આ ચમત્કાર જોઈ આશ્ચર્યમાં સ્તબ્ધ-સ્થિર જ થઈ ગયા. ક્ષણ પૂર્વેને યુવાન ક્ષણવારમાં સ્ત્રી રૂપ થઈ ગયે. જાણે પદ્માવતી દેવી પર ધરણેન્દ્ર ફણા કરીને રહે એવું ભવ્ય દશ્ય લેકે જોઈ જ રહ્યા. મલસુંદરીના ગળામાં ઝુલતા લક્ષ્મીપૂજ હારને પદ્માવતી. દેવી ઓળખી ગયાં. બેલી ઊડયાં. “સ્વામીનાથ ! આ તો લક્ષમીપુંજ હાર છે. એક સાથે ત્રણ ત્રણ ચમત્કાર જોઈ રાજા સુરપાલ આશ્ચર્યમાં પડી ગયે. આ સર્પ કેઈ સામાન્ય સર્પ નથી, ખરેખર કોઈ દેવ છે અથવા સાક્ષાત્ શેષનાગ લાગે. છે. એને મેં અવિનય તે નથી કર્યો. એ વિચારે રાજા ભયથી થરથર ધ્રુજવા લાગ્યા અને કુમારી પાસે આવી બે હાથ જોડી બોલ્યા. “હે નાગરાજ! અમે અજ્ઞાન છીએ. પરમાર્થ કંઈ જાણતા નથી. આપ જરાય કેપ ન કરશો. પ્રસન્ન થાય અને અમારો અપરાધ ક્ષમા કરે. આ વ્યક્તિ નિર્દોષ છે કે નહિં. એટલું જ અમારે જાણવું હતું. ખરેખર ભક્તિગ્રાહ્ય દેવતા છે –દેવે પણ નિર્દોષને સહાય આપે છે. દેવ! હવે ક્ષમા કરેશે" અને દુધ મંગાવી રાજાએ તે સપની આગળ પીવા માટે મુકયું. તુરત તે સર્પ દુધ પીવા લાગ્યું. રાજાએ તે સર્વે પર પુષ્પવૃષ્ટિ કરી અને ગારુડિકેને આજ્ઞા કરી “ચા નાગરાજને P.P. Ac. Gunrass