________________ સતી મલયસુંદરી મલયસુંદરી પાસેથી મહાબલના વસ્ત્ર ઉતરાવી લીધા, સાદો વેશ આપ્યો અને કેટવાલની દેખરેખ નીચે તેને સેંપી. એવામાં રાણી પદ્માવતીને ત્યાંથી દાસી આવી અને રાજાને કહેવા લાગી. “રાજ સાહેબ ! પદ્માવતી બાએ કહેવડાવ્યું છે કે હજુ સુધી રાજકુમારનો પત્તો નથી, લક્ષ્મીપુંજ હાર પણ મળ્યો નથી, હવે હું મારું જીવન ટકાવવા શક્તિમાન નથી. આપ મારે અપરાધ ક્ષમા કરશે પણ મારા માટે હવે એકજ ઉપાય બાકી છે. અલંબાદ્રિ પર્વતના શિખર પરથી ઝંઝાપાત કરે, આપ આજ્ઞા આપો.” રાજાએ કહેવડાવ્યું, “આવું દુસાહસ કરવાની જરૂર નથી. કુમારની અને હારની શોધ ચાલે છે, મહેરબાની કરી વિલંબ કરે. હજુ આજે પાંચ દિવસ પૂરો થયે નથી અને મહાબલના વસ્ત્ર કુંડલ મળી આવ્યા છે.” રાજાએ તે વસ્ત્ર કુંડલ દાસી સાથે રાણીને મોકલાવ્યા. અને સર્વ વૃત્તાંત કહ્યો. રાણું પણ તે યુવાનને જોવા રથમાં ધનંજયના મંદિર પ્રતિ ચાલી. કેટવાલ મલયસુંદરીને લઈને ધનંજય યક્ષના મંદિરમાં આવી ગયે. ડીવારમાં એક ઘડામાં ભયંકર સર્પને પૂરી ગારુડિકે પણ આવી ગયા. રાજા-મંત્રી અને રાજકાફ તથા ઉત્સુક જિજ્ઞાસુ પ્રજાજને પણ ધનંજયના મંદિરે આવી ગયા. નગરમાં વાત ફેલાતાં વાર ન લાગી કે એક રૂપવાન યુવાનને દિવ્ય અપાય છે. તે યુવાનને જોવા નગરના મોવડી મંડળે વિનંતી કરી, “રાજન્ ! આવો દિવ્ય આકુતિવાળે યુવાન ચાર હોય એમ લાગતું નથી. જળથી અગ્નિ પ્રગટ ન થાય, ચંદ્રથી અંગારા ન વરસે, માટે આ નિર્દોષ જ લાગે છે. એને છેડી મૂકે.” ડર 4. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust