________________ 76 સતી મલયસુંદરી પૂછયું “તું કોણ છે, અને અમારા કુમારના વસ્ત્રો વિગેરે તારી પાસે ક્યાંથી આવ્યા?” મલયસુંદરીએ વિચાર્યું જે સાચું કહીશ તે પણ આ સમયે કોઈ માનશે નહિ. એથી તે મૌન જ રહી. રાજાએ જ્યારે આક્રેશથી પૂછ્યું ત્યારે તે બોલી. “રાજન ! હે મહાબલકુમારનો પ્રિય મિત્ર છું. તેમણે જ મને આ વેશ આપ્યો છે.” રાજાએ પૂછ્યું “તે કુમાર અત્યારે કયાં છે?” -મલયસુંદરીએ કહ્યું–“રાજન! એ સ્વેચ્છાએ આટલામાં ક્યાંક કરતા હશે, નક્કી કયાં છે તે હું પણ જાણતો નથી.” રાજાને વહેમ દઢ થયે, એણે કહ્યું જે આટલામાં ફરતા હોય તો અમને શા માટે ન મળે ? અમે ઘણા વખતથી તપાસ કરીએ છીએ-વળી તું એનો મિત્ર છે એ વાત પણ માનવામાં આવતી નથી. એને આ મિત્ર કેઈવાર એની પાસે અને નથી, માટે અમને એમ લાગે છે કે જે લેડપૂર નામે ચાર હમણાં ઉપદ્રવ કરે છે, તેને તું સાગ્રીત લાગે છે, કારણ કે ગઈકાલે જ તે લેહપૂરને મારી નાખ્યા બાદ રાજ. કુટુંબના કેટલાય વસ્ત્રો-ઘરેણાં તેની પાસેથી નીકળ્યા હતા.” આ સાંભળતાં મલયસુંદરી મનમાં ભય પામી. હજુ લગ્ન કરી એક રાત્રી પણ પૂરી પતિ સાથે કાઢી નથી, હજુ લગ્નની પીઠી પણ સુકાણું નથી ત્યાં પતિને વિયાગ અને ચેરનું કલંક માથે આવીને ઉભા રહ્યા. ખરેખર વિધિની કેવી રાજરમત ! કેવું વિપત્તિનું વાદળ ચઢી આવ્યું.” માનવી પર આફત આવે છે ત્યારે અણધારી ધસી આવે છે. મલયસુંદરીને મૌન જોઈ રાજા બેલી ઉઠેઃ “સૈનિકે ! ચાર હંમેશાં અ૫ભાષી જ હોય. આને પકડીને વધસ્થંભ ઉપર ચડાવી દો. લેહમૂરને સાગ્રીત લાગે છે.” P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust