________________ વ્યંતરની સહાય 73 રાત્રીના સમયે ભટ્ટારિકાના મંદિરે આવ્યા. મહાબલે કહ્યું; પ્રિયા ! આવા ચોર ડાકુના સ્થાનમાં નિર્જન સ્થાનમાં સ્ત્રી તરીકે તારે રહેવું ઉચિત નથી. માટે તારૂં પુરુષ રૂપ કરવા દે.” મલયસુંદરીએ કહ્યું : “જેવી આપની ઈચ્છા” અને મહાબલે આમ્રવૃક્ષ પરથી એક આમ્રફળ તોડી તેના રસમાં ગુટિકા ઘસી તેના કપાળમાં તિલક કર્યું–ક્ષણવારમાં મલયસુંદરી પુરૂષ રૂપે ફેરવાઈ ગઈ. ત્યારબાદ કુમારે શિખરમાંથી તે ચેરને બહાર કાઢો. તે તુરત જ કબાટમાંથી દ્રવ્યની પોટલી કાઢી કુમારને વારંવાર નમસ્કાર કરતે ઉપકાર માનતે વૃક્ષની ઝાડીઓમાં વિલીન થઈ ગયા. તેઓ મહેલે પાછા ફરતાં હતાં તેવામાં માર્ગમાં એક મોટા વટવૃક્ષ પર વ્યંતરદેવ અને દેવી અને પરસ્પર વાર્તાલાપ કરતા હતા. તે શબ્દો કુમારના કાને પડ્યા. તે શું વાત કરે છે. તે સાંભળવા બને નીચે ઊભા રહ્યા. મલયસુંદરીના ગળામાં જે દિવ્ય હાર હતું તે કાઢીને કુમારે પિતાની કેડમાં બાંધી લીધે. કારણ કે એ હારનું જે હરણ થાય તે મહાઅનર્થ નીપજે. ત્યાં વ્યંતરદેવ બેલ્યો, “પ્રિયા ! કંઈક નવીન હોય તો જણાવો.” વ્યંતરદેવી બોલી, “એક વાત આજે બનવાની તૈયારીમાં છે. પૃથ્વી સ્થાનપુરમાં રાજા સુરપાલ છે. તેના પુત્ર મહાબલે પ્રતિજ્ઞા કરી છે કે પાંચ દિવસમાં લક્ષ્મીપૂંજ હાર ન મળે તે અગ્નિનું શરણ લેવું. તેની માતાએ પણ એવી પ્રતિજ્ઞા કરી છે. મહાબલને તે પત્તો નથી. પણ કાલે પાંચ દિવસ થશે અને હાર હજુ મને નથી તેથી તે પદ્માવતી રાણી જરૂર બળી મરશે.” આ શબ્દો સાંભળતાં મહાબલના હૃદયમાં પારાવાર ખેદ છે. અહા ! હું અહિં વિલાસ કરું છું અને મારા કુટુંબને P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust