________________ વ્યંતરની સહાય 333333333333333333 વેગવતી બન્નેની બુદ્ધિ કલા પર આફિન થઈ ગઈ એણે કુમારને પૂછ્યું “પણ તે સ્થંભ ભટ્ટારિકાના મંદિરથી પૂર્વ દરવાજે કઈ રીતે આવ્યા?” કુમારે કહ્યું. “પેલા જે ચેરો ગામમાં તાળું ખોલવાનું સાધન લેવા ગયા હતા. તે પાછા આવશે જ એ મને ખાત્રી હતી. જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેમને ચેરના સંકેતથી બોલાવ્યા. તેઓએ મને પૂછ્યું, અહીં એક પેટી અને ચાર હતો તે કયાં ગયો? મેં કહયું “તમે આ સ્થંભ ઉપાડી નગરના પૂર્વ દરવાજે મુકી આવે તે બધી માહિતી આપું” અને તેઓ જ તે સ્થંભ પૂર્વ દ્વારે મુકી આવ્યા. ત્યારે મેં કહયું “જુઓ ! “આ ગોળા નદીમાં દર એક પેટી તરતી દેખાય!' તેમાં તે ચાર પિોટલું બાંધી બેસી ગયા છે.” તે બધા તે પેટીને કાઢવા ગળાનદીમાં પડયા અને મેં પણ રાત્રી પર્યત તે સ્થંભની આસપાસ ફરી તે સ્થંભનું રક્ષણ કર્યું. પ્રભાતે રાજા પાસે આવ્યો અને પછીની હકીકત તમે જાણે છે.” હસતાં હસતાં મહાબલે કહ્યું “વેગવતી ! રાજાને સ્થંભની વધામણું મળી, મને મલયસુંદરી મળી અને તેને શું મળ્યું ?" વેગવતીએ જવાબ આપ્યો, “મને કુમારસાહેબ મન્યા” અને બધા હસી પડ્યા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust