________________ મલયદેવીનું વરદાન | . . 333333333333333333333333 લોકોના નેત્રોમાં હર્ષનાં આંસુ આવી રહ્યા હતા. રાજાના આનંદનો તે પાર જ ન હતો કારણ કે રાણીને જીવનદાન અને સંતાનનું વરદાન બન્નેનો લાભ એને મલ્યો હતે. દરેક માનવીની દશા આશાના હિંડોળે હિંચતી આવી જ હોય છે. ઘડીમાં શેક ઘડીમાં હર્ષ એવી જ આ સંસારની ઘટના છે, માયા છે. બન્નેમાંથી એક પણ શાશ્વત ટકતું નથી. સુખ અને દુઃખનાં ચક વારાફરતી ચાલ્યા જ કરે છે. હર્ષના હિંડોળે હિંચતા રાજાના કાને રાણીનું વૃત્તાંત આગળ શ્રવણ થયું. “પછી સ્વામીનાથ ! એ દેવીએ મને કહ્યું. " દિકરી ! તું પૈર્ય રાખ–ભય મૂકી દે. હું તારું રક્ષણ કરવા આવી છું.” - આ સાંભળી મારામાં ધીરજ આવી મેં દેવીને પૂછયું “હે દેવી ! મારૂં કેણે અને શા માટે હરણ કર્યું છે? મારા સ્વામીને મેળાપ ક્યારે થશે ?' દેવી મધુર વાણીથી બોલ્યા વત્સ ! જો સાંભળ...તારા સ્વામી વિરધવલને વીરપાળ નામે એક નાનો ભાઈ હતે, રાજ્યની ઈચ્છાથી રાજાને મારવા તેણે વિવિધ ઉપાય કર્યા. પણ તે સફલ નથ. એકદા જીવ પર આવી તે રાજાને મારવા મહેલમાં ચઢયે. અને એકાએક રાજા પર ઘા કર્યો પણ રાજાનું જીવિત લાંબુ એટલે તે સવેળા ચેતી ગયા–ઘા ચૂકાવ્યો અને રાજાએ વળતે ઘા કરી તેને નીચે પાડે. એક જ ઘાથી તે મરણતેલ થઈ ગયા. મરતી વખતે તેને શેડો પશ્ચાતાપ થયે. અને એ શુભ ભાવે તે આ જ પર્વત પર મારા પરિવારમાં પ્રચંડ શક્તિવાળો P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust