________________ પ્રથમળા નદિ તે તલ અને દવા પ્રથમ મિલન શહેર પણ ગેળા નદિના તીરે જ વસેલું હતું. નગરના કિનારે ધનંજય યક્ષનું મંદિર હતું. તે નગરમાં સુરપાલ નામે પરાકમી રાજા રાજ્ય કરતે હતે, વરધવલ અને સુરપાળ બને પરસ્પર મિત્રો હતા. અને સારા પ્રસંગે પ્રેમભાવ દર્શાવવા પરસ્પર ભેટણ મોકલી મૈત્રીને દઢ કરતા હતા. સુરપાલને સાત્વિક અને પરાક્રમી એક યુવાન પુત્ર હતું તેનું નામ મહાબલકુમાર હતું. એનામાં નામ એવા જ અનુપમ ગુણ હતા. એકદા રાજા સુરપાલના મંત્રીઓ ઉત્તમ ભેગું લઈને. ચંદ્રાવતી જતા હતા ત્યારે મહાબલકુમાર પણ માતપિતાની આજ્ઞા લઈ ગુપ્તવેશે ચંદ્રાવતી નગર જેવા તેમની સાથે ગયે. મંત્રીઓ અનુક્રમે ચંદ્રાવતી આવ્યા અને રાજા વીરધવલ આગળ ઉત્તમ ભેટણ મુકી સુરપાલ રાજાના સમાચાર જણાવ્યા. રાજાએ પણ તે ભેટ સ્વીકારી, પ્રધાનને ઉત્તમ આસન પર બેસાડી બહુમાન આપી રાજા સુરપાલના ખબર અંતર પૂછ્યા. મંત્રીઓ બોલ્યા, “રાજન ! ધર્મના પસાયથી અને આપની મીઠી નજરથી અમારે ત્યાં આનંદ મંગળ વતે છે. આપની પણ ક્ષેમકુશળતા રાજાએ પૂછી છે.” વીરધવલે પણ પોતાની ક્ષેમકુશળતાના સમાચાર આપ્યા. એવામાં એની દૃષ્ટિ મંત્રીઓની બાજુમાં બેઠેલા મહાબલકુમાર પર પડી. તેજસ્વી મુદ્રા સૌમ્યમૂર્તિ અને ભવ્ય વ્યક્તિત્વ નિહાળી રાજાએ મંત્રીઓને પૂછ્યું. “આ ભાગ્યવાન કેણુ છે?” એક મંત્રીએ તુરત વચમાં જ જવાબ આપ્યો. “આ મારે નાને ભાઈ છે. દેશાટન માટે સાથે આવ્યા છે.” મંત્રીએ મહાબલને પ્રવાસ ગુપ્ત રાખવાના ઈરાદાથી આવે જવાબ આપ્યો હતે. P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust