________________ મધુરજની આપણું ઈચ્છિતકાર્ય સિદ્ધ થયું. મારી બીજી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ. હવે માત્ર ત્રીજી પ્રતિજ્ઞા બાકી છે. માતાને હાર આપી તેનું જીવન બચાવવાની. હવે ભટ્ટારિકાના મંદિરે તમને જે કાર્ય સંપ્યું હતું તે તમે કેવી રીતે પાર પાડયું, આ લક્ષ્મીપૂજ હાર કેવી રીતે મેળવ્યું તે સર્વ વિગત કહો' અને મહાબલ તેની વાત સાંભળવા તેની બાજુમાં બેઠે. ક્ષણવારમાં મલયસુંદરીએ ઊર્ધ્વમુખ કર્યું અને કુમાર સાથે દષ્ટિ મેળાપ થતાં પરસ્પરની વાત નેત્રોએ કરી લીધી અને ડી જ વારમાં દેહમિલન થતાં મલય સુંદરી કન્યા મટીને વિધિવત્ સૌભાગ્યવતી બની. એ બાદ એક પ્રહર પર્વત બન્નેએ શી વાત કરી તે ઈ જાણતું નથી પણ અચાનક વેગવતી દાસી મહેલમાં કંઈક લેવા દાખલ થઈ ત્યારે બને એ મોટે મોટેથી તેને આવકાર આપી બોલાવી. વેગવતી તેમના શરીર પર રહેલા શ્રમના ચિન્હોથી સર્વ વાત સમજી ગઈ હતી, તે મોટેથી બોલી. “રાજકન્યા! આજની રાત તમારી મધુરજની છે. તમારા સુખમાં વિન કરવાનું કામ મારું નથી, અને તે જવા ઉત્સુક બની, પણ બનેને હવે વાતે જ બાકી રહી હતી, તેથી વેગવતીને પરાણે બેસાડી અને તે સમયે વેગવતીએ પ્રશ્ન કર્યો. “આ બધું ખરેખર ગોત્રદેવીનું કામ છે કે એમાં માનવ યત્ન છે એ તો કહે કુમાર સાહેબ !" મહાબેલ કુમાર મધુર મિત વરતા હસવા લાગ્યું. એ સ્મિતે ગગન મંડળમાં તારા પણ આ રાત્રીમાં વધુ પ્રકાશ વેરતા હોય તેમ ચમકવા લાગ્યા. રાત શીતલ રાત્રી વહી રહી હતી. કુમારની કથા પણ શરૂ થઈ.... વેગવતી એક ધ્યાને તે શ્રવણ કરવા લાગી મહેલના "દાપકો પણ વારંવાર ચમકારા કરતા આ વાર્તાને જાણે શ્રવણ કરતા હોય તેમ ઝબૂતા હતા. આ P.P. Ac. Gunratnasuri Juis Gun Aaradhak Trust