________________ 63 મધુ રજની મહાબેલ મલયસુંદરી પ્રતિ સ્નિગ્ધ દષ્ટિ કરી મનોમન હસી રહ્યો. ચંપકમાલાએ પૂછ્યું “સ્વામીનાથ ! એ નિમિત્તીઆને તમોએ કંઈ ઈનામ પણ ન આપ્યું?” રાજાએ ખેદપૂર્વક કહ્યું “પ્રિયે! એની ઘણી શોધ કરાવી પણ થંભની પૂજા કરતાં અને મંત્ર સાધવા માટે તે ગયે તે પછી હજુ સુધી મળે જ નહિ. નહિ તે જરૂર સારૂં ઈનામ આપત! મહાબલે મનમાં કહ્યું : “આ મોટું ઈનામ કન્યારત્ન તો મળ્યું પછી એ નિમિત્તીઆને બીજું શું જોઈએ !" આ બધા જમીને પરવાર્યા બાદ કુળદેવીની પૂજા કરી. રાજકુમાર તથા બંધુવર્ગને પણ ભોજન તાંબૂલથી માન આપ્યું. બહાર મંડપમાં માંગલિક વાજીંત્ર વાગવા લાગ્યા. ગાંધર્વો ગાયને ગાવા લાગ્યા. નૃત્યાંગનાઓના નૃત્ય થવા લાગ્યા. લેકે તોરણ પુષ્પ વિગેરેથી ઘરને શણગારવા લાગ્યા. નારીઓ ધવલ મંગલ ગીતો ગાવા લાગી. મહાબલકુમારને પણ બીજા કુમારે રાજાના પોશાકમાં શણગારવા લાગ્યા. અને વરરાજા બનેલ મહાબલને રાત્રિના સમયે સમગ્ર નગરમાં વરડે ફરી આવ્યા બાદ રાજદ્વારે ઉતર્યો. અને ગોર મહારાજેના માંત્રિક ગ્લૅકને વનિ શરૂ થયો. અને શુભ લગ્ન મહાબલ કુમારને મલયસુંદરી સાથે હસ્તમેળાપ થયો. રાજાએ તથા બીજા વડીલેએ નૂતન વરવધૂને આશીર્વાદ આપ્યા અને દાયજામાં હીરા માણેક મોતી હાથી ઘોડા વિગેરે રાજાએ વિપુલ પ્રમાણમાં આપ્યું. મહાબલે અને રાજકન્યાએ માતા પિતાના ચરણે મસ્તક નમાવ્યું. રાજાએ કહ્યું. “ચંદ્ર અને ચાંદનીની જેમ તમારે સંગ અવિચ્છિન્ન રહે.” કન્યાને ઉદ્દેશીને કહ્યું. “સારા ઘરની લક્ષમીની જેમ કુલની લક્ષ્મી બનજે બેટા!” ત્યાર બાદ એકાંતમાં P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust