________________ સ્વયંવર મંડપ 61 મુકી ઓવારણાં લેવા લાગી. ત્રણ ચાર દાસીઓએ કુમારીને ટેકે આપી કાષ્ટ્રમાંથી બહાર જમીન પર ઉતારી. લોકે મલયસુંદરીને અને રાજાને જય જયકાર ગજાવવા. લાગ્યા. પ્રધાન મંત્રીએ રાજાના આદેશથી જાહેર કર્યું, “હે રાજકુમાર ! પ્રજાજનો ! આ કન્યાને કુવામાં પડતાં ગોત્રદેવીએ ઝીલી લીધી હતી, તે આજે પ્રગટ થાય છે. હવે એની ઈચ્છામાં આવે તેને તે વરમાળા આપે” મલસુંદરી ધીરે ધીરે વીણાવાદક પાસે આવી. બીજા રાજકુમારોના મનોરથના ચૂરા કરતી, લોકોના મનનું હરણ કરતી, હંસી સમાન ગતિથી ચાલતી, તે કામદેવ જેવા શોભતા વીણાવાદકને સ્નેહ સભર નેત્ર વરમાળા આરોપણ કરી. બીજા રાજકુમારે આપસમાં કહેવા લાગ્યા, “અરે આ ચતુર રાજ-કન્યા છતાં એક સામાન્ય વીણાવાદક-ગાંધર્વિકના ગળામાં વરમાળા નાખી એ અમે સહન કરી શકીશું નહિ. એ માટે અમે એને મારીને પણ આ લગ્ન અમે થવા દઈશું નહિ. કાગની કેટે રત્ન હોય જ નહિ.” રાજા પણ મનેમન વિચારવા લાગ્યો, જ્ઞાનીનું કથન બધી વાતે સત્ય બન્યું પણ મહાબલકુમાર આ કન્યાને પરણશે એ વાત માત્ર અસત્ય ઠરી.” એ સમયે કુમારે બધા ભેગા થઈ સૈન્યબળ સજતા. લડવા માટે તૈયારી કરવા લાગ્યા. તે સમયે રાજા વીરધવલે પોતાનું સૈન્ય બેલાવી વીણાવાદકના રક્ષણ માટે તેની ચારે બાજુ મુકી દીધું. તે વીણાવાદક પણ જરાય ડર્યા વિના પિતાના પર તૂટી પડેલા રાજકુમારને પોતાની તલવારનો સ્વાદ. ચખાડવા લાગ્યા. ક્ષણ વારમાં તે રાજકુમારે માર ખાઈ ભાગવા લાગ્યા. તે સમયે એક ભાટના પુત્ર મહાબલકુમારને ઓળખી લીધો. એ મોટેથી એલ્યો " અહો ! આ તે સુરપાળ P.P. Ac. GunratnasuriMnSGun Aaradhak Trust