________________ 59: સ્વયંવર મંડપ જે લીલાપૂર્વક પ્રત્યંચા રૂઢ કરી દઢ બાણથી આ સામે રહેલા સ્થંભના જે બે ભાગ કરશે તેને રાજાની કન્યા ગોત્રદેવીના. કથન અનુસાર પ્રગટ થઈને તે રાજપુત્રને વરમાળા આરોપણ. કરશે. માટે જેનામાં શક્તિ હોય તે સ્થંભના બે ભાગ કરવા. તૈયાર થાઓ.” આ બાજુ બંદિજનની વિનંતીથી લાદેશને રાજા ઉભે. થયા અને વાસાર ધનુષ્યને ઉપાડવા યત્ન કરવા લાગ્યા પણ તે સફળ ન થયા અને બેસી ગયે. આ સમય દરમ્યાન ચતુર નૈમિત્તિક સ્થંભ આગળથી કયાં જતો રહ્યો તે કઈ જાણી શકયું નહિ. રાજા પણ વિચારવા લાગ્યો કે તે અર્ધ મંત્ર બાકી છે. માટે સાધવા ગયે હશે. ત્યાર પછી ગૌડ દેશને રાજપુત્ર ઉભું થયું. તે પણ નિષ્ફળ ગયો. તે બાદ કર્ણાટક દેશને રાજકુમાર વાસાર ધનુષ્યને ઉંચકી શકયે પણ બરાબર બાણ થંભ પર મારી. શકે નહિ. આ બાજુ એક પછી એક રાજપુત્રે ઉભા થતા જતા. હતા. નિષ્ફળ ગયેલા અંદર અંદર વિચારતા હતા કે હજુ રાજપુત્રી તે દેખાતી નથી. કોઈ કહે છે તેને કુવામાં નંખાવી છે. આપણી મશ્કરી કરવાની આ યોજના છે. અને મોટેથી, બાલવા લાગ્યા. “અલ્યા બાણ ચઢાવશે તે ખરા પણ પરણશે કોને? કન્યાને જ જ્યાં પત્તો નથી ત્યાં !" ત્યાં મોટા ભાગના રાજપુત્ર વજસાર ધનુષ્યમાંથી બાણ. ચોગ્ય રીતે છેડી થંભના બે ભાગ ન કરી શક્યા ત્યાં રાજા, વીરધવલને પણ ચિંતા થઈ કે “ખરેખર! શું થશે? લોકમાં મારી હાંસી થશે ? ત્યાં એક રાજપુત્ર પાસે બેઠેલે વીણાવાદક