________________ તે અલકા બનાવી તારે તાંત રાજકુમારની ભવ્ય કથા ખસેડી ત્યાં ગઠવી દીધો અને ઉપર શીલા સજજડ મૂકી દીધી. હું નીચે આવ્યો ત્યાં બાજુના વડવૃક્ષના પોલાણમાં મારા વસ્ત્ર અલંકાર વિગેરે જે ખોવાયા હતા અને દેવીત હરણ કર્યા હતા તે જોયાં. તે સર્વ અલંકાર તે દેવીએ ફેકયા હશે અને આ ચેરના હાથમાં આવ્યા હશે અને તેણે અહીં મુકયા હશે એમ ઘટમાન કરી તે અલંકાર વસ્ત્ર મેં કબજે કર્યા. ત્યાર બાદ તે કાષ્ટને ચગ્ય સ્થંભ રૂપ બનાવી ઉપર ચિત્રામણ કરતો હતો ત્યાં તું આવતી જણાઈ હવે તારૂં વૃત્તાંત-હે મલય સુંદરી ! તું કહે. વેગવતી મનોમન બેલી “ઓહો ! કુમાર સાહેબ ઘણા બુદ્ધિમાન લાગે છે.” મલયસુંદરી બોલી, “પછી સ્વામીનાથ! આપનાથી છૂટા પડયા બાદ હું માગધગણિકાને ત્યાં આવી. તેને એક ધૂતે ઠગી હતી. તે મહાસંકટમાં પડી હતી. તેના : શરીરના સાંધા નરમ પડી ગયા હતા. ચલાતું પણું ન હતું. મેં તેને આશ્વાસન આપી તેની આવી સ્થિતિનું કારણ પૂછયું, તે બેલી, “હે યુવાન ! (હું તે સમયે પુરૂષ રૂપમાં હતી) હું આ મંદિરના ઓટલે બેઠી હતી ત્યાં એક ધૂત મંદિરમાં દર્શન કરવા આવ્યો. મારા રૂપને તે ટીકી ટીકીને જોવા લાગ્યું. ગણિકા છું એ એને કયાંથી ખબર હોય? મેં પણ તેને આંખના પલકારે પાસે બેલાવ્યો. તે આવીને કહેવા લાગ્યું, “લે સુંદરી ! તમારી શી સેવા કરૂં ?" મેં કહ્યું મારું આ શરીર જરા દુઃખે છે તે જરા સંવાહન કર. દબાવી આપ! તેણે કહ્યું “હું સુંદર રીતે દબાવી આપીશ. તમે શું આપશે?” મેં કહ્યું, કંઈક આપીશ. તને રાજી કરીશ.” 1 એ પૂર્વે મારું શરીર એવી રીતે દબાવી આપ્યું કે મારે સમય થાક ઉતરી ગયો. હવે તેણે કહ્યું “કઈક આપે અને મને P.P. Ac. Gunratnasuri Mu8.Gun Aaradhak Trust