________________ ઓરમાન માતા 932 333 3 4 35 36 3:35353 359 યુવાની ખરેખર દીવાની છે, એમાં સાહસ તે એની પ્રિય સંગિની છે. હજી રાજકુમારે કેઈના દિલમાં ડેરાતંબૂ નાંખ્યા નથી ત્યાં મંત્રીઓ ડેરાતંબૂ ઉઠાવવાની તૈયારી કરતા હતા. પણ કુમાર સાહસિક હતા. બધાની નજર ચુકાવી તે રાજકુમારીના મહેલના ઝરૂખા પાસે આવી ઉપર ચડવાને મર્ગ શોધવા લાગે. તેના સભાગે એક બારી ખૂલી જોઈ. અંધકાર પણ એને મદદ કરતે હતે. અને ધીરે ધીરે કલાના સહારે તે પ્રથમ માળ પર આવી પહોંચે. અને ખૂલ્લી બારીમાં પ્રવેશ કરી ખંડમાં ધીરેથી કુદકે માર્યો અને તે આગળ વધ્યું. અવાજ થવાથી રાણી કનકવતી જાગી ગઈ આ ખંડ રાણી કનકવતીને હતું. આ અવસરે ગાનુયેગ કેઈ દાસ પણ હાજર ન હતાં. મહાબલકુમારની દિવ્યકાંતિ અને મુખ પર રમતી નિર્ભયતા નિહાળી તે વિચારવા લાગી. જરૂર આ કેઈ વિદ્યાધર કે દેવપષ લાગે છે. તરત તે બેલી “હે નરોત્તમ! અહી આવ–આ આસન પર બિરાજીત થા અને મારા આ યૌવનને સફળ કર-આવ ! આપણે ભાગ્ય યોગે જ મળ્યા છીએ.” અજાણ્યું સ્થળ અનણી સ્ત્રી અને અજાણી માંગણી! એકાંત છતાં રાજકુમારનું મન દઢ હતું. તેણે વિચાર્યું_હું મલયસુંદરીના પ્રશ્નોના જવાબ આપવા આવ્યો છું. અનાચાર સેવવા માટે નહિ. અને આ કેણ લાગે છે? રાજાની બેન કે રાણી છે? અને અચાનક આવી અનુચિત માંગણી કરનાર નારી પ્રતિ તેને ભારે અણગમે થયે. P.P. Ac. Gunratnasuvining in Aaradhak Trust