________________ ચતુર જ્ઞાની નૈમિત્તિક 53 આ વિછામાં હાથી કંઈક સેનાના ટુકડા ગળી ગયેલ હોય તે આ વિટ્ટામાં રહ્યા હોય છે. તેથી તેને ગાળવાથી અમને તે સોનાના ટુકડા મળી આવે છે. આ સાંભળી મહાબલે ઘાસને એક પૂળ લઈ તેના પોલાણમાં મલયસુંદરીના નામની વીટી મુકી, તે હાથીના મુખમાં મૂકો, હાથી તે ગળે ઉતારી ગયે. ' હવે દેડતે તે ગળા નદિના કિનારે પહોંચ્યો. જ્યાં હજારો લોકો ભેગા થયા હતા. ચિતામાં કાષ્ટ જલી રહ્યા હતા. રાજા અને રાણી સ્નાન કરી જનતાની છેલી વિદાય લઈ રહ્યા હતા. તે જ સમયે મહાબલ પહોંચી ગયા અને લોકોના ટોળામાં મેટેથી બૂમ પાડતો માગ કરવા લાગ્યો. " પ્રજાવત્સલ રાજ! સબૂર કર ! હે પુત્રીવત્સલ રાજા! સાસ નહિ કર ! લયસુંદરી જીવતી છે” આવાં વચન સાંભળી લકે રાજી થઈ ગયા અને આ નૈમિત્તિકને જગ્યા કરી આપી. અને નૈમિત્તિક શીધ્ર જ્યાં રાજા-રાણી પ્રજાને છેલ્લા નમન કરી રહ્યાં છે ત્યાં આવી પહેચે અને બોલ્યો. હે રાજન! સાહસ ન કરો. પ્રથમ આ ચિતા બૂઝાવી નાખે. મલયસુંદરી જીવતી છે.” આવા અમૃત સમાન વચન શ્રવણ થતાં લોકોએ ચિતા ડારી નાખી. રાજા કહે, “હે નૈમિત્તિક ! એવાં મારા પુણ્ય નથી કે રાજકન્યા જીવતી હેય. અંધકૂવામાંથી કોઈ જીવતું ન જ નીકળે. અમને હવે મરણમાં શા માટે વિદ્ધ કરે છે? - નૈમિત્તિક ગંભીર થઈ બોલ્યા, “રાજન ! આજે જેડ વદ બારસ છે. જેઠ વદી ચતુર્દશીના દિવસે સ્વયંવર મંડપમાંજ રાજકન્યા પ્રગટ થશે મારું જ્ઞાન ત્રિકાળને સ્પર્શે છે. મેં કઈ દિવસ ખોટું નિમિત્ત જોયું જ નથી. એટલું જ નહિ આવતી કાલે તમને એનું કેઈ પ્રિય અલંકાર પ્રાપ્ત થશે. માટે આવી નિશાની મળે તે જાણજો કે મારાં વચન યથાર્થ P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust