________________ સતી મલયસુંદરી છે. નહિ તે આ ઉપાય તમારે માટે ખૂલ્લે જ છે પણ ગોત્રદેવીએ મને સ્વપ્નમાં જે કહ્યું તે કદાપિ મિથ્યા નહિ જ થાય. આ જ્ઞાનીનું વચન છે.” લોકે ચતુર જ્ઞાની નૈમિત્તિકને જયકાર ગજાવવા લાગ્યારાજાને પણ આની ગંભીર મુદ્રા અને વાતની સુંદર રજૂઆતથી વિશ્વાસ બેઠો. તેમણે પૂછ્યું, “હે નૈિમિત્તિક! તું બરાબર ગણત્રી કરીને કહે, સાચું શું થશે?” નૈમિત્તિકે પિતાનું પુસ્તક કાઢયું. ઘણી જાતની ગણત્રી કરી. થોડીવાર ધ્યાનસ્થ થયા પછી બે, “રાજન ! બરાબર વદ ચતુર્દશીના દિવસે જુદા જુદા રાજકુમારો સ્વયંવર મંડપમાં વિરાજીત હશે. હજારોની મેદની હશે. બે પ્રહર દિવસ પસાર થયા બાદ વસ્ત્રાલંકારથી વિભૂષિત રાજકુમારી મલયસંદરી ગોત્રદેવીને પસાથે અકસ્માતું દર્શન દેશે. માટે સ્વયંવર મંડપ રચા અને તેમાં આવતી કાલે પૂર્વ પ્રતેલી દરવાજા પાસે રાજાઓની પરીક્ષા માટે ગોત્રદેવી એક ચિત્રિત સ્થંભ મુકશે. ત્યાં તમે સ્વયંવર મંડપ રચાવી તમારું વજસાર બાણ મકા અને જે રાજકુમાર આ સ્થંભ વિધશે તે આ તમારી કન્યાને સ્વામી થશે. આ મારૂં કથન છે રાજન્ ! અમારૂં જ્ઞાન આથી સમગ્ર ભારતવર્ષમાં સચોટ અને શંકારહિત સાબિત થયેલું છે.” લેકે નૈમિત્તિકનાં સુંદર વચન સાંભળી કઈ પિતાને હાર- આભૂષણ-વસ્ત્ર વિગેરેથી તેને પહેરામણી કરવા લાગ્યા. જ નૈમિત્તિકે તે સર્વ ભેટ ન સ્વીકારી. અને કહ્યું “હે પ્રજાજનો ! અમે તે નિસ્પૃહ છીએ. અમારે તે લેક કલ્યાણ એ જ ભેટ છે.” રાજાને હવે સંપૂર્ણ વિશ્વાસ બેઠો. તેણે પૂછયું, “હે ચતુર જ્ઞાની નૈમિત્તિક ! મારી કન્યાને સ્વામી કોણ થશે ?" P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust