________________ પર સતી મલયસુંદરી મલયસુંદરી બોલી, “મારે જે કરવાનું છે તે કહો-હું તે તૈયાર છું.” ક્ષણવારમાં મહાબલે એક યોજના વિચારી લીધી. તેણે કહ્યું “જે–તારે આ પુરુષરૂપ હમણાં તજવાનું નથી. અને માગધ ગણકાને ત્યાં જઈ કઈ પણ ઉપાયે કનકવતીને વશ કરી લક્ષ્મીપૂજ હાર મેળવવા તારે યત્ન કરો. હું અહીંથી સીધે સ્મશાનભૂમિ પર જઈ તારા માતાપિતાને યુતિથી બચાવીશ-તારે કાલનો દિવસ વેશ્યાના ઘેર જ પૂર્ણ કરે, સાંજે મને અત્રે મળજે–અને હાં-તારા નામની એક મુદ્રિકા (વીંટી) મને આપજે, મને કામમાં આવે” મલયસુંદરીએ પિતાના નામથી અતિ વીંટી મહાબલના હાથમાં મુકી અને તેની છૂટ પડવાની ઈચ્છા ન હોવા છતાં તે તેના આદેશ અનુસાર માગધ ગણીકાના ઘર તરફ ઉપડી. મહાબલ પણ ત્યાંથી નીકળે અને ભટ્ટારિકાના મંદિરે પડેલી કાષ્ટની ફાડને એક બાજુ ગોઠવી તે ચંદ્રાવતીમાં આવ્યા. અને બજારમાં જઈ યોગ્ય વસ્ત્ર પુસ્તક વિગેરે સાધન ગ્રહણ કરી પાંથશાળામાં આવ્યું અને ત્યાં નૈમિત્તિકને વેશ પરિધાન કર્યો. હાથમાં પુસ્તક ગળામાં માળા કપાળમાં ચંદનનાં તિલક વિગેરે કરી તેણે પ્રજાના મુખથી બધી બાતમી મેળવી. એની કલ્પના સાચી પડી. રાજા અને ચંપકમાલા પુત્રીના વિયોગે સ્મશાન તરફ જ ચિતામાં બળી મરવા ડાક જ સમય પૂર્વે ગયા છે. તે જાણી તે પણ તેમને બચાવવા ઉપડ્યો. માર્ગમાં રાજમહાલયની બાજુમાં હસ્તિશાળામાં કેટલાક મહાવત હાથીની વિષ્ટા પાણીમાં ગાળતા હતા. તેણે પૂછયું “આ શું કરે છે?” તેઓ બેલ્યા P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust