________________ ચતુર જ્ઞાની નૈમિત્તિક 51 અનુક્રમે ગેળા નદીના કિનારે ભટ્ટારિકાના મંદિરે આવ્યાં. એજ સમયે પ્રભાતકાલની કિરણાવલી પ્રસારતે સૂર્યોદય થયો. અને જણ તે મંદિરના ઓટલે બેસી દંતધાવન-સ્નાન વિગેરે કરી સ્વચ્છ થયા. મલયસુંદરીને આજે પ્રિયપાત્રના સાન્નિધ્યે જગત હર્યું ભર્યું લાગતું હતું. મેર લીલી વનરાજી ડોલી રહી હતી. વનનાં મૃગો પણ આમતેમ દોડતા નાચતા પસાર થઈ રહ્યા હતા. બન્નેએ પ્રાતઃકર્મ આટોપી લીધું હતું. એક મૃગને પકડી મલયસુંદરી તેના મુખને પંપાળવા લાગી. કુમારને પણ આ જોવાની મઝા પડી. આમ વનના પ્રાકૃતિક સૌંદર્યના ખાળે જીવનભર રહેવાનું અને તે કેવી મઝા પડે એ વિચારે તેને ક્ષણવાર હસવું આવ્યું. મલયસુંદરીએ કહ્યું “પ્રિય! શુ હસે છે ? આ મૃગમાં અને મારામાં કંઈ સામ્ય લાગે છે?” મહાબેલે હસીને કહ્યું, “હા એના ને તારા જેવા છે કે તારા નેત્રે એના જેવા છે. એમાં કેણ ચઢે તે વિચારતે હતો.” પછી શું નક્કી કર્યું? તેણે પૂછ્યું. બને નિર્દોષ છે. ચંચલ છે. બસ આટલું જ મહાબલે કહ્યું. અને બંને જણાં હસી પડ્યાં. હસતા નેત્રેએ પરસ્પર ઘણી વાત કરી લીધી. પછી સ્વસ્થ થઈ મહાબલે પોતાના પરની જવાબદારીની વાત કરી “રાજકન્યા! મારે માથે હાલ ત્રણ જવાબદારી છે. પ્રથમ કાર્ય—તારા માતાપિતાનું જીવન બચાવવાનું છે. બીજું –રાજકુમારો સમક્ષ–વડીલના હસ્તે તારું પાણિગ્રહ કરવાનું છે અને ત્રીજું મારી માતાને લક્ષ્મીપૂજ હાર આપી તેમનું જીવન પણ બચાવવાનું છે. અને આ સવ ચાર જ દિવસમાં કરવાનું છે. સમય ડે છે કાર્ય ઘણા છે. એમાં તારે મને મદદ કરવાની છે.” P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust