________________ min સમાની કથા બન્યું તે કહે.” મા બેલી “થાય શું! કનકવતીનો પાપનો ઘડે ફૂટી ગયા. એટલે કે આ બાજુ પ્રજાજને કુંવરીના ગુણોને યાદ કરતા ઉદાસ ફરતા હતા ત્યારે આ બાજુ વેગવતી તથા રાજા આ કન્યાના મૃત્યુના સમાચાર આપવા સ્વયં અમારા મહેલે આવ્યા. તે સમયે હું અને કનકવતી કાર્ય સિદ્ધ થવાથી હર્ષના આવેગમાં આવી ગયા હતા અને અમારા મહેલના દરવાજો બંધ કરી નાચતા હતા. અમને ખબર નહિ કે રાજા પિતે એક બારીમાંથી આ નાટક જોઈ રહ્યો છે. અમે બન્ને લક્ષ્મીપૂજ હાર લઈ પરસ્પર શાબાશી આપતા નાચતા હતા. અમારે વેશ પણ ઉભટ હતે. અર્ધનગ્ન જેવી મદાંધ થઈને કનકવતી હાથમાં હાર પકડીને નાચતી બોલતી હતી. હે લક્ષ્મીપુંજ હાર ! અમારા તારણહાર ! તને કેટી કોટી પ્રણામ! આ હાર અલી જે ! આપણા ભાગ્યનો સિતારો ચમકાવનાર આને નમસ્કાર કર ! આને લઈ રાજા છેતરાયો. અલી મા! જે તે ખરી. આણે મલયાનો ઘાત કરાવ્યું. રાજા હવે મારે સ્વાધીન બન્યા.” અને આમ કહેતી તે મને ભેટી પડી. ગળ. ગોળ ફરવા લાગી અને ફરતાં ફરતાં અમને કપડાંનું ય ભાન ન રહ્યું. અને નગ્ન બની જોર જોરથી નાચતી હતી. અને એક બીજાને ચુંબન કરતાં ભેટી પડતાં સી-પુરુષની જેમ વર્તાવ કરતાં હતાં. રાજાના ક્રોધને પાર ન રહ્યો. એ સાચી વાત પામી ગયે કે આ કનકવતીના કાવતરાએ મારી નિર્દોષ કન્યાને ગુમાવી છે. તે ક્ષણવારમાં મૂચ્છ ખાઈ નીચે પડ્યા. નોકર ચાકરો ભેગા થઈ ગયા. અમે પણ અવાજ થવાથી બારીમાંથી જે જોયું તેથી સર્વ વસ્ત પામી ગયા. રાજા બેલતે હતા–“હે સેવકે ! આ કમાડ તેડી નાખો! અને પેલી બે પાપીણીને કનકવતીને પકડે.” અમે બે જણા જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈ નાસવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri MISGun Aaradhak Trust