________________ સમાની કથા ચંપકમાલાને કરી. તેણે કહ્યું, “જો કુમારી પાસે હાર ન હોય તે બધી વાત સાચી માનું “રાજાએ મલયસુંદરીને બોલાવી તેની પાસે હાર માંગ્ય, લયસુંદરી આમ એકાએક હાર માંગવાથી સંભાત થઈ ગઈ. ભય પામી થોડીવારે બેલી “પિતાજી! તે હાર ચોરાઈ ગયે લાગે છે. તપાસ કરતાં મલતો નથી.” રાજાના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. તે બોલી ઉઠ્યો. અરે પાપી! મારી પાસેથી દૂર જા. તારૂં મુખ મને દેખાડીશ ચંપકમાલા પણ પુત્રી પર કેધ કરી ફીટકાર દેવા લાગી. નિર્દોષ મલયસુંદરીને અમે બરાબર ભીડાવી હતી. તે ઉદાસ મને મહેલે આવી. આ બાજુ રાજાના મનમાં કનકવતીની વાત બરાબર બેસી ગઈ. પિતાનું રાજ્ય મહાબલ લઈ લેશે અને એનું નિમિત્ત કારણ પોતાની કન્યા છે. એ વિચાર કરી તેમણે કેટવાલને બોલાવી આજ્ઞા કરી “પ્રભાતે તારે મારી કન્યા મલયસંદરીને જંગલમાં લઈ જઈ મારી નાખવી. બીજે વિચાર ન કરીશ અને રાજાએ આ વાત સુબુદ્ધિ મંત્રીને કરી. મંત્રીએ કહ્યું “રાજન ! આવું અવિચારી પગલું ન ભરો. બહુ વિચાર કરો. પછી પસ્તાશે” પણે રાજાએ એની વાત ન માની. આ બાજુ મલયસુંદરીના નેત્રમાંથી અધારા પડતી જોઈ વેગવતી દાસી રાજા પાસે આવી અને તેના અપરાધની ક્ષમા માંગવા લાગી. આથી પણ રાજાના મનમાં જરાય વિશ્વાસ ન બેઠે. ઉલટું એમને થયું આ કન્યા સ્ત્રીચરિત્ર જ કરે છે. એવામાં કેટવાલ મલયસુંદરી પાસે આવ્યો અને થવાતા વચને રાજાની આજ્ઞા કહી. મલયસુંદરી આકાશ અને દુઃખથી રડી પડી. તે માતાને અને પિતાને ઉદ્દેશી કહેવા લાગી “હેમાતા P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust