________________ 33335 333333333333; માની કથા 1 ર મહાબલના સાન્નિધ્યે મલયસુંદરી સંપૂર્ણ સ્વસ્થ અને નિર્ભય બની. દૂરથી આવતા આકાર નજીક આવ્યું ત્યાં મહાબલે જોયું કે કોઈ સ્ત્રી દોડતી કંપતી તેની નજીક જ આવીને ઉભી રહી. તેના મુખમાંથી શ્વાસ હજુ ધમણની જેમ ગતિ કરતો હતો. મહાબલે તેને આશ્વાસન આપતાં મધુર સ્વરે પૂછયું “હે શુભે! તું કેણ છે? શા માટે ભયભીત છે? અમે પરદેશી છીએ અમને પ્રથમ એ જણાવ કે બાજુમાં કહ્યું શહેર છે? કોનું ત્યાં રાજ્ય છે ? કુમારની મધુર વાણીથી વિશ્વાસ પામેલી તે બોલી.. હે ક્ષત્રિય કુમારે! સાંભળે ! તમે જે ઉભા છે તેનાથી નજીક ગેળા નદિને તટ પ્રદેશ છે. તેની બાજુમાં ચંદ્રાવતી નગરી છે. ત્યાં વીરધવલ રાજાનું રાજ્ય છે.” કુમાર મનમાં રાજી થયા. કારણ કે એને વિધિએ જાણે ચંદ્રાવતીમાં જ ઈટ સ્થાનમાં જ મૂકી દીધું હતું. તે પ્રગટ બોલ્યા “હે સ્ત્રી! ત્યાં રાજકુંટુબમાં કંઈ નવીન વાત હોય તો જણાવ:” . આવનાર વ્યકિત કહેવા લાગી, “કુમાર ! તે રાજાને એક મલયસુંદરી નામે કન્યા છે. તેને આ ચતુદશીના દિવસે સ્વયંવર છે. રાજકુમારને બોલાવવા રાજાએ તે મોકલ્યા છે પણ વચમાં રંગમાં ભંગ થયેલ છે. મલયસુંદરીની ઓરમાન માતા કનકવતીએ આ કાવતરૂં કરેલ છે. એ કનકવતીની હું મુખ્ય દાસી સમા છું. P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust