________________ કેટ, લક્ષમીપૂજ હાર મિત્ર છે તેમજ વિશેષ માનનીય છે” મહાબલ કુમારે હાથ જોડી વિનયથી કહ્યું, “જેવી પિતાજીની આજ્ઞા ! આપ કહે તે અવસરે જવા હું તૈયાર જ છું “અને એના મુખ પર હર્ષોલ્લાસ ઉભરાયે. રાજાએ પ્રધાન પ્રતિ દૃષ્ટિ કરતાં કહ્યું. “મંત્રીશ્વર ! ચંદ્રાવતી જવા માટે સૈન્યની આજે તૈયારી કરો” મંત્રીશ્વરે કહ્યું “જેવી આપની આજ્ઞા” અને દૂતને યોગ્ય જવાબ આપી વિદાય કર્યો. મહાબલ સૈન્યની તૈયારીમાં પડ્યો. હદયમાં વિચારવા લાગ્યા. “અહો ! પુણ્યની કેવી પ્રબળતા ! જે ધાર્યું હતું તે તરત બન્યું. ભૂખ લાગી હતી અને પકવાનના થાળ સામે આવીને પડ્યા. જે કામ શક્તિ કે ધનથી થવું મુશ્કેલ હતું તે સીમાં આવી પડ્યું. પિતાની પણ આજ્ઞા મળી ગઈ. હવે માત્ર બીજા રાજકુમારોનું માન મર્દન કરી ધનુષ્ય પર પ્રત્યંચા, ચડાવું એટલે મલયસુંદરી મારી જ થશે.” પ્રિય પાત્રના મિલન કાજેના મનોરથ પૂર્ણ કરવા તે ઉજમાલ થયે અને આમ આશાની લહેરે તેના મુખ પર પ્રદ અને ઉલાસની સુરખી છવાઈ ગઈ. એ પિતાના ભાવિના ભવ્ય સ્વપ્નની પગથાર ચડી રહ્યો હતે. અને ભાવિની રમ્ય કલપનાના ઝુલે ઝૂલી રહ્યો હતો ત્યાં ત્યાંથી પસાર થતા પિતાજીને અવાજ સંભળાએ “અરે બેટા મહાબલા : ચંદ્રાવતીથી લાવેલ લદમીપૂજ હાર, પણ તું સાથે લઈ જજે એ હાર માં તારે ચહેરો ઘણો શોભે છે.” મહાબેલ એકદમ ચિંતિત થઈ ગયો અને , પિતાજી! એક વાત કહેવાની રહી ગઈ, કાલે હું એ હાર પહેરી પલંગ પર સૂતો હતો ત્યારે કેઈ અદેશ્ય આકાર P.P. Ac. Gunratnasuri NUS.Gun Aaradhak Trust